આધાર કાર્ડ મહત્વનું દસ્તાવેજ છે. તે સરકારી હોય કે બિનસરકારી ઘણા કાર્યોમાં જરૂરી છે. આધાર કાર્ડ દેશના લોકો માટે ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને પાન કાર્ડ બનાવવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, સરનામું અને અનન્ય આધાર નંબર સહિતની મહત્વપૂર્ણ વ્યક્તિગત માહિતી હોય છે. મોટાભાગના લોકોને આધાર કાર્ડમાં પોતાના ફોટા બાબતે અસંતોષ હોય છે. જો તમે પણ તમારા આધાર કાર્ડમાં ફોટો બદલવા માંગો છો, તો તમે તેને સરળતાથી બદલી શકો છો.
આધાર કાર્ડમાં ફોટાને લઈને અસંતોષ હોવો એ સામાન્ય છે. તમે આધાર કાર્ડમાં નામ, ઘરનું સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અપડેટ કરી શકો છો. આ સાથે ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન પણ અપડેટ કરી શકાય છે. જો તમે પણ તમારા ફોટાથી અસંતુષ્ટ છો, તો તમારો ફોટો બદલી શકો છો.તમારે એ માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે, જ્યાંથી તમે ફોટો બદલાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ નથી. આનો અર્થ એ છે કે તમે તેને ઘરે બેસીને બદલી શકતા નથી. આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે, તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.
જાણો કેવી રીતે કરશો અપડેટ
સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જઈને લોગઈન કરવાનું રહેશે. ત્યારપછી તમારે આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
ફોર્મ ભરો અને તેને નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર સબમિટ કરો.
કેન્દ્ર પરનો સ્ટાફ તમારી પાસેથી તમારી બાયોમેટ્રિક વિગતો લેશે.
કેન્દ્રનો સ્ટાફ તમારો ફોટો લેશે
આ સિવાય કેન્દ્રના કર્મચારી રૂ. 100 ચાર્જ વસૂલ કરીને નવો ફોટો અપડેટ કરશે.
કેન્દ્રમાંથી તમને URN સાથેની સ્લિપ મળશે
URN નો ઉપયોગ કરીને તમે ચકાસી શકો છો કે તમારો આધાર કાર્ડ ફોટો બદલાયો છે કે નહીં.
કાર્ડમાં ફોટો અપડેટ થયા બાદ નવા ફોટો સાથે અપડેટેડ આધાર કાર્ડ ડાઉનલોડ કરો.