કહેવાય છે કે,’પ્રેમ આંધળો હોય છે’.હસતા લોકોને પ્રેમ રડાવી દે છે.જયારે રડતા લોકોને હસાવી દે છે.ત્યારે આજે મધ્યપ્રદેશમાંથી ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’સામે આવી છે.અગર માલવા જિલ્લામાં 80 વર્ષના એક વ્યક્તિએ 34 વર્ષની મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. આ પછી બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નની સમગ્ર જગ્યાએ ચર્ચા થઇ રહી છે. તે જ સમયે, ખાસ વાત એ છે કે બંનેની ઓળખ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. આ પછી, તેમના મનમાં પ્રેમનું ફૂલ ખીલી ઉઠ્યું. આ આખો મામલો અગર માલવા જિલ્લાના સુસનેરનો છે. બંનેએ હનુમાન મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
સોશિયલ મીડિયા પર થઇ ઓળખાણ
ખરેખર, પ્રેમમાં ઉંમરનું કોઈ બંધન હોતું નથી. મગરિયાના રહેવાસી બાલુ સિંહ સાથે પણ આવું જ થયું છે. બાલુ સિંહ 80 વર્ષની ઉંમરે વરરાજા બની ગયા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આ દરમિયાન તેની મુલાકાત મહારાષ્ટ્રની રહેવાસી શીલા બાઈ ઈંગલે સાથે થઈ. શીલા અત્યારે 34 વર્ષની છે. તે મૂળ અમરાવતીની છે. સોશિયલ મીડિયા પર ઓળખાયા બાદ બંને વચ્ચે વાતચીત આગળ વધી હતી.
બંનેએ લગ્ન કરી લીધા
વાતચીત આગળ વધતાં બંનેએ સાથે રહેવા માટે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ પછી બાલુ બાગરી અને શીલા બાઈના લગ્ન થયા. બંનેએ તેમના પરિવાર અને કોર્ટ કર્મચારીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ પછી બાલુ બાગરી તેની કન્યા શીલા સાથે ઘરે ગયો છે. કોર્ટ બાદ બંનેએ મંદિરના સાત ફેરા લીધા હતા. ઉંમરમાં 46 વર્ષનો તફાવત હોવા છતાં બંને ખૂબ જ ખુશ છે.