સાપુતારાના રસ્તા પર આજે સાંજે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં મુસાફરો ભરેલી લક્ઝરી બસ ટ્રકને ઓવરટ્રેક કરી રહી હતી તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા ખીણમાં ખાબકી હતી. જેના કારણે 2 બાળકો મોતને ભેટ્યા છે.સાથે જ અન્ય લોકો ઘાયલ થયા છે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
સાપુતારાનો રસ્તો આજે કાળ સાબિત થયો છે. જેમાં શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેના કારણે પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાંથી અંદાજે 2ના મૃત્યુ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે બસ આખી ઉંધી થઇ ગઈ હતી.જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.જે બાદ આ અંગે પોલીસ અને ફાયરને જાણ થતા પોલીસ તથા બચાવની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે.
ઘટનાસ્થળ પર આવેલી પોલીસ તથા ફાયરની ટીમે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. તો બીજી તરફ JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી.