ખડતા ઢોર નહીં પકડવા તેમજ પશુઓને પકડવા નિકળે ત્યારે અગાઉથી ફરિયાદીને ફોન કરી જાણ કરવાના વ્યવહાર પેટે એક પશુપાલકના રૂપિયા 3 હજાર એમ કુલ પાંચ પશુપાલકો પાસેથી 15, હજાર રૂપિયા લેતા એનિમલ કેચર અને ઢોર પાર્ટીની ગાડી ચલાવતા ડ્રાઇવરની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે.
લાંચ-રુશ્વત વિરોધી દળ દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા રખડતા ઢોર નિયંત્રણની કામગીરી કરતા ગાંધીનગર મહાનગર પાલિકાના કરાર આધારિત કર્મચારીઓ પશુપાલકો પાસેથી રખડતા ઢોર નહીં પકડવા બાબતે તેમજ તેમના રુટ અંગેની માહિતી આપવા બદલ એક પશુપાલક દીઠ 3 હજાર રૂપિયા માંગતા હોવાની ફરિયાદ એસીબીમાં થઈ હતી
જેમાં એસીબીની ઝપટમાં મનોજકુમાર ઉર્ફે બબલુ સનાજી ઠાકોર, નોકરી-એનિમલ કેચર (કરાર આધારીત), ગાંધીનગર મહાનગરપાલીકા (ઢોરપાર્ટી) , કોન્ટ્રાક્ટ એજન્સી- ખાદી પરિષદ ગ્રામ ઉધોગ, અમદાવાદ અને બન્ટી જયંતિભાઇ વાઘેલા, નોકરી- ડ્રાઇવર (કરાર આધારિત), ગાંધીનગર મહાનગરપાલીકા (ઢોરપાર્ટી), વ્હીકલ પુલ, સેક્ટર-30 ગાંધીનગરની આજે અટકાયત કરી છે અને તેમની પાસેથી હપ્તા પેટે લીધેલી 15 હજાર રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે.
આજે ગાંધીનગરના અક્ષરધામ પાસેના ચાર રસ્તા ઉપર એસીબી દ્વારા કરેલી રેડ દરમિયાન કરેલી કામગીરીની વિગતો આપતા ટ્રેપિંગ ઓફિસર ડીએ ચૌધરી એ જણાવ્યું હતું કે આ કામના ફરીયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓ પશુપાલનનો ગાંધીનગર ખાતે વ્યવસાય કરતા હોવાથી, આ કામના આરોપીઓએ ફરિયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓના રોડ પર રખડતા પોતાના પશુઓને નહી પકડવાના અને આરોપીઓ ગાડી લઇને પશુઓને પકડવા નિકળે ત્યારે અગાઉથી ફરિયાદીને ફોન કરી જાણ કરવાના વ્યવહાર પેટે એક પશુપાલકના 3 હજાર લેખે એમ પાંચેય પશુપાલકોના કુલ 15 હજાર રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી
પશુપાલકોને વારંવાર આ હપ્તાની રકમ આપવી ન પરવ઼ડતા તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.પરિણામે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે છટકા દરમ્યાન એસીબીના અધિકારીઓએ આ બન્ને આરોપીઓ સ્થળ ઉપર ઝડપી લીધા હતા. આ લોકો આ રીતે અન્ય કેટલા હપ્તા લેતા હતા એ હવે તપાસ ચાલી રહી છે.