હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. ઘણી વખત વ્યક્તિએ મુશ્કેલીઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. કેટલીકવાર આપણે લોન લઈએ છીએ પરંતુ તે ચૂકવવામાં અસમર્થ હોઈએ છીએ. લાખ પ્રયત્નો પછી પણ દેવું ચૂકવવાનું બાકી રહી જાય છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને કરજમાંથી મુક્તિ મેળવી શકાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર લોનના હપ્તાની ચુકવણી માટે મંગળવારનો દિવસ પસંદ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૈસા પાછા આપવાથી દેવું ઝડપથી ઉતરી જાય છે.
- ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં બનેલું બાથરૂમ પણ વ્યક્તિ પર દેવાનો બોજ વધારે છે. તેથી ઘરની આ દિશામાં બાથરૂમ ન બનાવવું જોઈએ.
- કરજ મુક્તિ માટે ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશામાં કાચ લગાવવો શુભ માનવામાં આવે છે. પરંતુ કાચ લાલ, સિંદૂર કે મરૂન કલરનો ન હોવો જોઈએ.
- વાસ્તુ અનુસાર દેવાથી જલ્દી મુક્તિ મેળવવા માટે ઘર કે દુકાનની ઉત્તર દિશામાં પૈસા રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને ધનની પણ પ્રાપ્તિ થાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવાથી મુક્તિ મેળવવા માટે મુખ્ય દરવાજા પાસે બીજો નાનો દરવાજો લગાવવો જોઈએ.