ટામેટા રિટેલ કિંમતો હવે સુરત, અમદાવાદ સહિત શહેરના જથ્થાબંધ બજારોમાં રૂ. 70 સુધી પહોંચી છે. ટામેટાંની સાથે કેટલીક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સ્થિતિ, ફુગાવો ઘટાડવાના આરબીઆઈના પ્રયત્નો પર પાણી ફેરવી શકે છે.
એપીએમસી માર્કેટના વેપારીઓનું કહેવું છે કે, મે મહિનામાં ટામેટાના ભાવ જથ્થાબંધ બજારમાં રૂ. 3-5 અને રિટેલ માર્કેટમાં રૂ. 10-20 પ્રતિ કિગ્રા હતા પરંતુ જૂન પુરો થાય એ પહેલા ભાવમાં અચાનક વધારો થયો છે. ઝડપભેર એ 100 રૂપિયાને પાર કરે તો નવાઈ નથી. અશરફ નામના એક વેપારીએ જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે. તાજેતરમાં, વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. જેને કારણે, વેપારીઓ તારના ભરોસે વેપારીઓ છોડ ઊભા કરી રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે કિંમતો પણ વી રહી છે અને જ્યાં સુધી નવો પાક ન આવે ત્યાં સુધી તેમાં ઘટાડાની કોઈ સંભાવના નથી. જ્યારે નવો પાક આવે છે, ત્યારે કિંમતોમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ જો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં વધુ વરસાદ પડે છે, તો પાકને અસર થઈ શકે છે અને કિંમતો હજી વધારે વધી શકે છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ટમેટા વાવણી ઓછી થઈ હતી, કારણ કે મોટાભાગના ખેડુતોએ દાળ વાવવાનું શરૂ કર્યું હતું. ટામેટાંની તુલનામાં કઠોળના ભાવોમાં ઊંચી કિંમતને કારણે, ખેડુતો સારી કમાણી કરે છે.
નિષ્ણાતો કહે છે કે બિપરજોય વાવાઝોડાને કારણે થતા વરસાદને કારણે એકતરફ બિહાર અને પશ્ચિમ બંગાળમાં સળગતી ગરમી અને બીજીતરફ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને અસર થઈ છે. પરિણામે, ટામેટાંની આવક ભારે ઘટતાં કિંમતો રાતોરાત આકાશને આંબી રહી છે.
માર્કેટમાં દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકા મથકો પરથી આવતા ખેડૂતોના કહેવા મુજબ, ચોમાસાના વરસાદની શરૂઆતને કારણે ટામેટા પાકને પણ અસર થઈ હતી. ટામેટાં જ નહીં, અન્ય લીલા શાકભાજીના ભાવ પણ વધારો જોવા મળે છે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક કે બે મહિનામાં જ્યારે ટામેટાં અને અન્ય શાકભાજીના નવા માલનું આગમન વધશે.
બીજીતરફ ટામેટાંના ભાવમાં સતત તેજી જોયા પછી, સોશિયલ મીડિયા પર મનોરંજક પ્રતિક્રિયાઓ પણ બહાર આવી રહી છે.
લોકો પણ ટમેટાના ભાવો પર એક કરતા વધુ મેમ્સ શેર કરી રહ્યાં છે.