ભારતે તેની વસ્તીના ત્રણ ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે. પરંતુ સંપૂર્ણ રસી પછી આવતા ચેપના કેસ હવે વધતા જોવા મળી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ – ડોકટરો, નર્સો, હોસ્પિટલો અને ક્લિનિક્સમાં કામ કરતા લોકોને ખાસ કરીને આનો સામનો કરવો પડ્યો છે.કોઈપણ રસી 100% અસરકારક નથી. ભારતમાં ઉપયોગમાં લેવાતી રસીઓ, કોવિશિલ્ડ અને કોવેક્સિન પણ 60 થી 70 ટકા અસરકારક છે. મતલબ કે જો 10 લોકોને તે મળ્યું છે, તો 3 કે 4 લોકોને કોવિડ થઈ શકે છે. પરંતુ જો તમે રસી મેળવો છો, તો તમે ગંભીર બનવાથી, હોસ્પિટલમાં દાખલ થવાથી બચી શકો છો. તમારો જીવ પણ બચાવી શકાય છે. આ 90-95 ટકા કેસોમાં જોવા મળ્યું છે.હકીકત એ જ છે કે, રસી કામ કરે છે, પરંતુ તે તમને બેદરકાર રહેવાનું લાયસન્સ આપતી નથી. તમારે સાવચેત રહેવું પડશે.
જે લોકો કોરોનાની માંદગીમાંથી સારા થયા છે, તેવા લોકોનો પણ આરટી પીસીઆર પોઝિટિવ આવતાં લોકોમાં અનેક તર્ક-કુતર્ક વહેતા થયા છે. આ સ્થિતિને સામાન્ય લોકો માટે સરળતાપૂર્વક સમજવાના પ્રયાસમાં સંપર્ક કરતાં શહેરના ખૂબ જાણીતા હોમિયોપથી નિષ્ણાંત ડો. રસેષ ગુજરાતીએ જણાવ્યું કે, કોરોના વાયરસની આસપાસ RNA & DNA CONFIGURATION ના વાયરસો શરીરમાં જો મોજૂદ હોય તો પણ RT PCR પોઝિટિવ આવે છે. જે વ્યક્તિઓએ વેક્સિન લીધી છે તેના શરીરમાં તો વેક્સિન મારફતે વાયરસ નાખવામાં આવ્યો છે તો તેમનો RT PCR સ્વભાવિકપણે પોઝિટિવ આવશે જ. એક વખત શરીરમાં એન્ટિ-બોડી બની જાય પછી ધીરે ધીરે આ ટેસ્ટ નેગેટિવ આવતો થઈ જશે. બોડીમાં વેક્સિનને કારણે એન્ટિ-બોડી બનવાની પ્રક્રિયા પૂર્ણ થવા માટે 6-8 મહિના લાગે છે.
આવું ક્યાં સુધી ચાલતું રહેશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે સમજ આપી હતી કે, વાયરસે મનુષ્યમાં રોગ પેદા કર્યો તો મનુષ્યએ વેક્સિન બનાવી. માણસે વેક્સિન બનાવી તો વાયરસ તેનું રૂપ અને આક્રમક્તા બદલીને ત્રાટક્યો. સંભવતઃ આવી સંતાકુકડી ચારથી પાંચ વર્ષ ચાલી શકે છે. ત્યારબાદ બધું ઠરીઠામ થઈ જશે કેમકે, ઈમ્યુનિટીને ઊભી થવા માટે પણ સમય લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વેક્સિન લીધા પછી RT PCR ભલે પોઝિટિવ આવે પરંતુ પોઝિટિવ આવેલા વ્યક્તિઓમાં ચિન્હો નિશ્ચિત ઘટે છે અને ચોક્કસ જ તેની તિવ્રતા અને આક્રમક્તામાં ફરક પડે છે.