મેસેજિંગ કે ઓનલાઈન ચેટિંગની દુનિયામાં WhatsApp સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જોકે, મોબાઈલમાં ઈન્ટરનેટ ના હોય તો વોટ્સએપમાં ચેટિંગ થઈ શકતું નથી. ઘણી વખત તમે એવા વિસ્તારમાં હાજર હોવ જ્યાં નેટ અથવા વાઇફાઇ ન હોય, તો તે દરમિયાન WhatsApp કામ કરતુ નથી અને આવી સ્થિતિમાં તમારે હેરાન થવાનો વારો આવે છે. પરંતુ હવે ગૂગલ મેસેજિંગ એપ માટે એક નવું સેટેલાઇટ મેસેજિંગ ફીચર લાવી રહ્યું છે.ત્યારે ચાલો જાણીએ તે નવું ફીચર કેવી રીતે કામ કરે છે.
સેટેલાઇટ મેસેજિંગ શું છે?
આ ફીચરમાં યુઝરનું ગૂગલ મેસેજિંગ ફીચર સીધું સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે લિંક કરશે. મતલબ કે આ માટે મોબાઈલમાં નેટની જરૂર નહીં રહે. વપરાશકર્તા Google સેટેલાઇટ મેસેજિંગ ટૂલ ખોલીને સીધા મેસેજ મોકલી શકશે. આમાં તમારો ફોન સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ જશે. આમાં ટુ-વે મેસેજિંગ કરી શકાય છે. ગયા સપ્તાહના અહેવાલ અનુસાર, ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ચેટબોટ જેમિનીના એકીકરણ સાથે મેસેજિંગ એપનું નવું બીટા વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે.
વોટ્સએપને સીધી ટક્કર મળશે
ગૂગલ સેટેલાઇટ મેસેજિંગ ફીચરની એન્ટ્રી સાથે વોટ્સએપને મોટી હિટ મળવાની આશા છે. તેમજ ગૂગલનું નવું મેસેજિંગ ફીચર iPhoneના ઈમરજન્સી મેસેજિંગ ફીચર કરતાં ઘણું સારું હશે, કારણ કે તેમાં ઈમરજન્સી સર્વિસની સાથે મહત્વના મેસેજનો જવાબ આપવાની સુવિધા પણ હશે. આમાં, વપરાશકર્તાઓ તેમના સંપર્કમાં હાજર કોઈપણ સંપર્કનો સંપર્ક કરી શકશે.
એન્ડ્રોઇડ 15 રોલઆઉટ પહેલા આ ફીચર યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. એન્ડ્રોઇડ OS સ્ટેટસ બારમાં “સેટેલાઇટથી ઓટો-કનેક્ટેડ” સૂચના તેમજ સેટેલાઇટ આઇકોન સાથે આવે છે. ગૂગલ તેની મેસેજિંગ સર્વિસને સુધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. મેસેજિંગ એપ તેના ઈમેજ શેરિંગ ઈન્ટરફેસને સુધારી રહી છે.