વોટ્સએપ યૂઝર્સ માટે એક મોટા સમાચાર છે. 24 ઓક્ટોબર પછી, WhatsApp કેટલાક Android ફોન્સ અને iPhones પર કામ કરવાનું બંધ કરી દેશે. WhatsApp સ્માર્ટફોનના કેટલાક મોડલ પર તેનો સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. WhatsApp LG, Samsung, HTC, Sony, Acer, Asusના કેટલાક મોડલ પર સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. હવે મોબાઈલના એ મોડેલમાં WhatsApp કામ નહીં કરે.
વોટ્સએપ અનુસાર, હવે એપ એવા ફોનને સપોર્ટ કરવાનું બંધ કરશે જે એન્ડ્રોઇડ ઓએસ 5.0 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર કામ નથી કરી રહ્યા. કંપની જૂના ફોનમાં પોતાનો સપોર્ટ ખતમ કરવા જઈ રહી છે.
હવે આ ફોન પર જ WhatsApp કામ કરશે
- OS 4.1 અને તેનાથી ઉપરના વર્ઝન ધરાવતાં એન્ડ્રોઇડ ફોન
- iOS 12 અને તેનાથી ઉપરના વર્ઝન ધરાવતાં iPhone
- Kia OS 2.5.0 અને તેનાથી ઉપરના ફોન, આમાં Jio Phone અને Jio Phone 2 પણ સામેલ છે
વોટ્સએપ જૂના ફોનમાં સપોર્ટ સિસ્ટમ ખતમ કરતા પહેલા નોટિફિકેશન મોકલીને માહિતી પણ આપશે. તેમાં જણાવવામાં આવશે કે 24 ઓક્ટોબર પછી મોબાઈલમાં વોટ્સએપનું સમર્થન બંધ થઈ રહ્યું છે.
હવે આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહીં કરે
- Nexus 7 (Android 4.2), સેમસંગ ગેલેક્સી નોટ 2, એટીસી વન, સોની એક્સપિરીયા ઝેડ, એલજી ઓપ્ટિમસ જી પ્રો, સેમસંગ ગેલેક્સી નેક્સસ, HTC સેન્સેશન, મોટોરોલા ડ્રોઇડ રેઝર, Sony Xperia S2, મોટોરોલા ઝૂમ, સેમસંગ ગેલેક્સી ટેબ 10.1, Asus E પેઇડ ટ્રાન્સફોર્મર, એસર આઇકોનિયા ટેબ A5003, સેમસંગ ગેલેક્સી એસ, એચટીસી ડિઝાયર એચડી, LG Optimus 2X, સોની એરિક્સન એક્સપિરીયા આર્ક 3