વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતા પાર્ટી મોટી છે અને પાર્ટી કરતા દેશ મોટો છે, આ આપણી સંસ્કૃતિ છે અને અમે આ સંસ્કૃતિ સાથે કામ કરીએ છીએ. બીજી તરફ કોંગ્રેસ ભત્રીજાવાદ, જાતિવાદ, કોમવાદ અને વોટ બેંકની રાજનીતિનું નમૂનો છે. કોંગ્રેસે ગુજરાત અને સમગ્ર દેશને બરબાદ કર્યો છે.
મહેસાણામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાત ઘણું બદલાઈ ગયું છે. આજની પેઢીને ખબર નથી કે ગુજરાતે કઈ ઉણપનો સામનો કર્યો છે. આ પેઢીએ કમી જોઈ નથી. અગાઉની પેઢીએ આ માટે ઘણી મહેનત કરી છે.
મહેસાણામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન સિક્યોરિટી ટીમની એક મહિલા ઢળી પડી હતી. બંદોબસ્ત દરમિયાન આ કર્મચારીને ચક્કર આવી ગયા હતા. ઘટના બનતા જ વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ અટકાવી દીધી હતી. તેમણે આ મહિલા સુરક્ષા કર્મીને પાણી આપીને બેસાડવાની વાત સ્ટેજ પરથી સૂચના આપી હતી.