એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2024)ની પરીક્ષામાં આ વખતે સખત સ્પર્ધા રહેશે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ઘણી વધુ અરજીઓ આવી છે. ગયા વર્ષની સરખામણીમાં GATE 2024 માટે લગભગ 25 ટકા વધુ અરજીઓ મળી છે. GATE 2024 ની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 29મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. ગયા વર્ષે GATE માટે 6.70 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં 5.77 લાખ પરીક્ષા આપી હતી અને એક લાખ લાયક જાહેર થયા હતા. GATE 2024માં કુલ 30 પેપર છે. આ વખતે ગેટની પરીક્ષામાં એક નવું પેપર ઉમેરાયું છે. આ નવું પેપર ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર છે.
ઉમેદવારો GATE માં મહત્તમ બે પેપર માટે અરજી કરી શકે છે. પરીક્ષાની સંભવિત તારીખો ફેબ્રુઆરી 03, 04, 10 અને 11, 2024 છે. પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 3 જાન્યુઆરી, 2024થી બહાર પાડવામાં આવશે. રિસ્પોન્સ શીટ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ શકે છે અને આન્સર કી 21 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ શકે છે. 25 ફેબ્રુઆરી 2024 સુધી વાંધા રજૂ કરવાની તક આપવામાં આવશે. ગેટનું પરિણામ 16 માર્ચ, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. સ્કોર કાર્ડ 23 માર્ચ, 2024ના રોજ બહાર પાડવામાં આવશે. GATE લાયકાત મેળવીને, વ્યક્તિ માત્ર IIT માંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી માટે જ પ્રવેશ મેળવતો નથી પણ આ સ્કોરનાં આધારે દેશના વિવિધ PSUsમાં નોકરી અને શિષ્યવૃત્તિ પણ મેળવે છે.