સુરતમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સતત ગરમીના કારણે લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો દેખાયો હતો, આકાળ કાળા ડિબાંગ વાદળાઓથી છવાય ગયું હતું. જો કે, માત્ર અમી છાંટણા થયા હતા.જેના કારણે શહેરીજનોએ બફારાનો ભોગ બનવું પડ્યું હતું.
સુરતીઓ ભારે ઉકળાટ અનુભવી રહ્યા છે. વહેલી સવારથી જ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયું વાતાવરણ એકાએક જોવા મળતા વરસાદ થવાની શક્યતા વર્તાય રહી હતી. પરંતુ માત્ર અમી છાંટાણા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ન હતી. અમીછાંટાણા થયા બાદ પણ સતત અસહ્ય બફારો સુરતીઓ અનુભવી રહ્યા છે. તેમજ લોકો હેરાન પરેશાન થયા છે.
જે રીતે ગઈકાલે પણ સતત ગરમી અને ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા તે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાય હતી. વરસાદ ન થતા સતત બફારો અને ઉકળાટ દિવસભર સુરતીઓ અનુભવી રહ્યા હતા. સતત અસહ્ય ગરમી અનુભવતા સુરતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ વરસે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી ચાતક નજરે સુરતીઓ રાહ જોઈને બેઠા છે.
આવું વાતારણ સર્જાતા બીમારીનો પણ ભય વધી રહ્યો છે. આવા વાતાવરણના કારણે લોકો બીમાર થઇ શકે છે.આ વખતે પણ લોકો હીટસ્ટ્રોકનો શિકાર બન્યા હતા. જો કે હવે સમયસર વરસાદ આવે તો લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી લોકચર્ચા ઉઠી છે.