ઘણા મુસાફરોએ ગો ફર્સ્ટ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. સોમવારે તેમની ફ્લાઈટ હતી, જ્યારે પેસેન્જર્સ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવી કે આવી કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નથી.
હૈદરાબાદથી દિલ્હીની ગો ફર્સ્ટ ફ્લાઈટની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ટિકિટ બુક કરાવનારા મુસાફરો જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આવી કોઈ ફ્લાઈટ નથી. આ પછી મુસાફરોએ કાર્યવાહીની માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા મુસાફરોએ ગો ફર્સ્ટ ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી હતી. સોમવારે તેમની ફ્લાઈટ હતી, જ્યારે મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવી કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નથી અને એરલાઈને છેલ્લા એક મહિનાથી આ રૂટ પર કામગીરી પણ બંધ કરી દીધી છે.
છેતરપિંડીની જાણ થતાં જ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે DGCAને એરલાઈન સામે પગલાં લેવાની માંગ કરી હતી. સાથે જ કહ્યું કે ગુવાહાટીના હેપ્પી ફેર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.હકીકતમાં, આ કંપની દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી.