પતિ-પત્નીના સંબંધોને લઈને એક કેસમાં મોટો નિર્ણય કેરળ હાઈકોર્ટે સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો પતિના વારંવાર ના પાડવા છતાં પત્ની મોડી રાત્રે વિદેશી સાથે વાત કરે છે તો તેને વૈવાહિક ક્રૂરતા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. કોર્ટે તેના આધારે દંપતીને છૂટાછેડા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેમિલી કોર્ટના નિર્ણય સામે પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પતિએ અરજીમાં છૂટાછેડા માટે ક્રૂરતા અને વ્યભિચારનો ઉલ્લેખ કર્યો હતો.
read more: KRKના ટ્વિટ પર અભિષેક બચ્ચને તેને ખંખેરી નાખ્યો, કહ્યું- ‘તમે તેને દેશદ્રોહી બનાવી દીધો’
કોર્ટે કહ્યું કે ફોન કોલ અંગે આપવામાં આવેલા પુરાવા એ સાબિત કરવા માટે પૂરતા નથી કે મહિલા વ્યભિચાર કરી રહી છે. કોર્ટે કહ્યું કે બંને પક્ષો વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા અને તેઓ ત્રણ વખત પહેલા અલગ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, પત્નીએ તેના સંબંધો પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈતું હતું, જોકે તેણે આવું કર્યું નથી.