કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે શ્રેયસ અય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ટીમનો કેપ્ટન રહેશે. શ્રેયસ અય્યરને KKR દ્વારા મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. શ્રેયસ અય્યર અગાઉ દિલ્હી કેપિટલ્સ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને તેની કપ્તાની હેઠળ ટીમને રનર્સ અપ બનાવી છે. ઇયોન મોર્ગન ગત સિઝનમાં KKRનો કેપ્ટન હતો, તેને ફ્રેન્ચાઇઝી ટીમે જાળવી રાખ્યો ન હતો.
KKRના મુખ્ય કોચ મેક્કુલમે કહ્યું, “અમે ભારતના ભાવિ નેતાઓમાંના એક શ્રેયસ અય્યરને લઈને ખૂબ જ ખુશ છીએ. અમે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપની કુશળતા જોઈ છે અને મેં તેનો આનંદ માણ્યો છે. શ્રેયસ અય્યરે કેપ્ટન બનવા પર કહ્યું, ‘આ તક મળવાથી હું ખૂબ જ સન્માનિત છું. વિશ્વભરના વિવિધ દિગ્ગજો IPLમાં રમવા આવતા હોવાથી, હું આ ટીમની કેપ્ટનશીપ કરવા માટે રોમાંચિત છું.
read more: વાહન પર જતા બાળકો માટે એલર્ટ, ટ્રાફિકનો નવો નિયમ
ઇયોન મોર્ગન આ વખતે મેગા ઓક્શનમાં હતો પરંતુ તે વેચાયા વગરનો રહ્યો. શ્રેયસ અય્યર પહેલા પાંચ ખેલાડીઓ કેકેઆરની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. સૌરવ ગાંગુલી કેકેઆરના પહેલા કેપ્ટન હતા, ત્યારબાદ ગૌતમ ગંભીર, બ્રેન્ડન મેક્કુલમ, દિનેશ કાર્તિક અને મોર્ગન હતા.
કેકેઆરની સંપૂર્ણ ટીમઃ શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, અજિંક્ય રહાણે, એલેક્સ હેલ્સ, સેમ બિલિંગ્સ, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, આર. સિંઘ, અનુકુલ રોય, રસિક સલામ, શેલ્ડન જેક્સન, બાબા ઈન્દ્રજીત, અભિજિત તોમર, પ્રથમ સિંહ, અશોક શર્મા, રમેશ કુમાર.