રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સૌથી વધુ 358 વિલંબિત પ્રોજેક્ટ છે. એક સરકારી અહેવાલ મુજબ, ત્યારબાદ રેલવેમાં 111 અને પેટ્રોલિયમ ક્ષેત્રમાં 87 પ્રોજેક્ટ્સ તેની મંથર ગતિથી ચાલી રહ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્ટરમાં 769માંથી 358 પ્રોજેક્ટ મોડા ચાલી રહ્યા છે. રેલવેના 173 પ્રોજેક્ટ્સમાંથી 111 નિર્ધારિત સમય કરતાં પાછળ ચાલી રહ્યા છે, જ્યારે પેટ્રોલિયમ ક્ષેત્રના 154 પ્રોજેક્ટ્સમાંથી 87 નિર્ધારિત સમય કરતાં પાછળ ચાલી રહ્યા છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય રૂ. 150 કરોડ કે તેથી વધુના ખર્ચના માળખાકીય પ્રોજેક્ટ પર નજર રાખે છે. મંત્રાલયના રિપોર્ટમાં જણાવાયું છે કે મુનીરાબાદ-મહબૂબનગર રેલ પ્રોજેક્ટ સૌથી વધુ વિલંબિત પ્રોજેક્ટ છે. 276 મહિનાનો વિલંબ છે. વિલંબના સંદર્ભમાં બીજા સ્થાને ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ પ્રોજેક્ટ છે, જે 247 મહિનાથી મોડો ચાલી રહ્યો છે.
ત્રીજો સૌથી વધુ વિલંબિત પ્રોજેક્ટ બેલાપુર-સીવુડ-અર્બન ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન પ્રોજેક્ટ છે, જે 228 મહિનાના વિલંબ પાછળ ચાલી રહ્યો છે. નવેમ્બર 2022ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 756 પ્રોજેક્ટ સમય કરતાં પાછળ ચાલી રહ્યા છે.