ભરૂચમાં નર્મદા નદી પર 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો સૌથી લાંબો પુલ હશે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન કોરિડોર પરનો પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં બુલેટ ટ્રેનના રૂટ પર આવતી વિવિધ નદીઓ પર 20 પુલ નિર્માણાધીન છે અને જૂન 2024 પૂર્વે કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાની ગણતરી છે. આ પુલ તાપી, નર્મદા, સાબરમતી, કાવેરી, મહી, પાર, પૂર્ણા અંબિકા, દરોથા, કોલક, મીંઢોળા, દમણ ગંગા, અનુરાગા, વિશ્વામિત્રી, ખરેરા, કીમ, ધાર, તાપી, વાત્રક, મોહર અને મેશ્વ પર તૈયાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માટેનો સૌથી લાંબો પુલ નર્મદા નદી પર અને ત્યારબાદ તાપી પર બનશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રાયલ 2026માં બીલીમોરા અને સુરત વચ્ચે હાથ ધરવામાં આવશે. આ ટ્રેન 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, વધુમાં ઉમેર્યું હતું કે તેની ઓપરેશનલ ગતિ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઈ 508.17 કિમી છે અને ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 2કલાક અને 58 મિનિટનો સમય લાગશે. ગુજરાતમાં આઠ અને મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન રહેશે.