પતિને વારંવાર તેની કાળી સ્કીન બદલ ટોકતી પત્નીથી કંટાળી તલાક માંગતા પતિની અરજ અદાલતે એ કોમેન્ટ સાથે મંજૂર કરી છે કે, પતિને કાળો કહેવું એ ક્રુરતા છે. બેંગલુરુ હાઈકોર્ટ સમક્ષ તલાકના આ રસપ્રદ કેસમાં પતિની અરજી પર ચૂકાદો આવ્યો છે.
કેસની વિગતો એવી છે કે, પત્ની તેના પતિને તેની સ્કીનના કાળા રંગ બાબતે વારંવાર કાળો કહી અપમાનિત સ્થિતિમાં મુકતી હતી. આ બાબતે લાગી આવતા પતિએ તલાક માટે અરજી કરી હતી. ફેમિલી કોર્ટનો કેસ છેવટે હાઈકોર્ટ સમક્ષ પહોંચતા પતિને કાળા કહેતા વેણને ક્રુરતા ગણી પતિની તલાકની મંજૂર કરી તલાક મંજૂર કર્યા હતા. બેંગલુરુના આ દંપતીના લગ્ન 2007માં થયા હતા. બન્નેને સંતાનમાં એક દીકરી પણ છે.
લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે 2012માં પતિએ તલાક માટે ફેમિલી કોર્ટમાં અરજ કરી હતી. કેસ હાઈકોર્ટ સમક્ષ પહોંચતા હાઈકોર્ટે પતિની અરજી ધ્યાન પર લેતાં કહ્યું હતું કે આ એક એવા પતિનો મામલો છે જેમાં પત્ની તેને કાળો કહીને અપમાનિત કરતી હતી. પતિ સંતાન ખાતર આ અપમાન સહન કરતો હતો. પત્નીએ આ કેસમાં ઝગડો વધી જતાં પતિ સામે દહેજ, પતિના અન્ય મહિલા સાથે અવૈધ સંબંધો જેવા આરોપો લગાવ્યા હતા. આ કેસમાં હાઈકોર્ટે પતિની અરજી પર ચૂકાદો આપી તેની તલાકની અરજી સ્વીકારી હતી.