વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીનો થીમ માટી સાથે સંકળાયેલો છે. ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના કરશે. સુરત જિલ્લામાં પણ તા.૯મી ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન, વીરોને વંદન’ અભિયાનનો પ્રારંભ થશે. ત્યારે સુરતના નાગરિકો માટીની સાક્ષીએ પંચ પ્રણ લઈને સેલ્ફી લેશે, જેને વેબસાઈટ પર અપલોડ કરીને દેશની એકતામાં સૂર પૂરાવી શકે છે.
આ ઐતિહાસિક ઉજવણીને યાદગાર બનાવવા સુરત શહેર-જિલ્લાના સૌ નાગરિકો હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પ્રતિજ્ઞા લેતા સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તમામ નાગરિકો પ્રતિજ્ઞા લઈ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરે. આ અંગેની વધારાની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર મળી રહેશે
તા.૯ ઓગસ્ટથી શરૂ થનારા આ કાર્યક્રમ દરમિયાન તમામ નાગરિકોને આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. નાગરિકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
કલેકટર આયુષ ઓકએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે સુરત શહેર/જિલ્લાના નાગરિકો માટી કે માટેના દીવા સાથે પાંચ પ્રણની પ્રતિજ્ઞા લઈને સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી આ અભિયાનમાં જોડાઇ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.