મુખ્યમંત્રીએ આ શાસકીય મક્કમતાનો આગવો પરિચય આપતાં અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચી ગયા હતા.
મુખ્યમંત્રી પટેલે પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
આ સાથે જ તેમણે કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન સાથે પ્રજાલક્ષી અનેક સુચનો પણ આપ્યા છે.