અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં દોડતી થઈ જશે. પ્રથમ તબક્કામાં તે અમદાવાદથી વાપી વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ યોજી શકાય એ દિશામાં સૌ મહેનત કરી રહ્યા છે ત્યારબાદ 2027માં પ્રથમ તબક્કામાં કરવાની સાબરમતીથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાની ગણતરી છે.
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, દેશને તેની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં મળી શકે છે. બુલેટ ટ્રેન માટે આ વર્ષે ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડરિંગ થયા બાદ ટ્રેન 2024-25માં બનશે. બુલેટ ટ્રેનનો શિલાન્યાસ 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદના સાબરમતી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સાથે મળીને કર્યો હતો. જાપાનની મદદથી ચાલી રહેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ખર્ચ એક લાખ કરોડથી વધુ થશે. જાપાન સરકારે આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને 0.1 ટકાના વ્યાજ દરે લોન આપી છે.
તમને એ પણ જણાવી દઈએ કે, બુલેટ ટ્રેન માટે સાબરમતી સ્ટેશનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. સાબરમતી સ્ટેશનો વચ્ચેના રેલવે યાર્ડમાં સાબરમતી એચએસઆર સ્ટેશનનું નિર્માણ કાર્ય 2022માં શરૂ થયું હતું. સાબરમતી રેલવે યાર્ડમાં બુલેટ ટ્રેનના સ્ટેશન અને પ્લેટફોર્મના નિર્માણ માટે કામ થઈ રહ્યું છે. પૂરજોશમાં ચાલી રહ્યું છે. એટલું જ નહીં એ સાથે અમદાવાદ ઉપરાંત નડિયાદ-આણંદ વચ્ચે ઉત્તરસંડા ગામ નજીક વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી સહિતના ૮ સ્ટેશનો પર બાંધકામની કામગીરીએ ગતિ પકડી લીધી છે.
સાબરમતી ખાતે હાઇ સ્પીડ રેલ કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન હોવાને કારણે, NHSRCL એ પ્રદેશમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે તેને વિકસાવ્યું છે. આ હબ HSR સ્ટેશનની રેલ્વે લાઇનને ભારતીય રેલ્વેના સૌરાષ્ટ્ર અને દિલ્હી રેલ માર્ગો, મેટ્રો સ્ટેશનો અને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સાથે જોડશે. સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ફેલાયેલા આ મહત્વપૂર્ણ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ગતિમાં છે. આ કામ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 25 હજારથી વધુ કામદારો અને કર્મચારીઓ દિવસ-રાત એક કરી રહ્યા છે.
ફરી યાદ અપાવી દઈએ કે, બુલેટ ટ્રેન સાબરમતીથી મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સુધીનું 508.17 કિમીનું અંતર કાપશે. મર્યાદિત સ્ટોપ સાથે, મુસાફરી 2.07 કલાકમાં પૂર્ણ થશે. તે જ સમયે, તમામ સ્ટોપ સાથેનું આ અંતર 2.58 કલાકમાં પૂર્ણ થશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 320 kmph હશે.