એક કાર્યક્રમ દરમિયાન, શાળાના મેદાનમાં ડાન્સ કરી રહેલા અન્ય વિદ્યાર્થી પર ચલણી નોટો ફેંકવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના પબ્લિક સ્કૂલની છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં એક ફંક્શન દરમિયાન યુનિફોર્મમાં એક વિદ્યાર્થીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સભાની સામે ડાન્સ કરતો જોઈ શકાય છે.
25 સેકન્ડના આ વીડિયોમાં અન્ય એક વિદ્યાર્થી સ્ટેજ પર આવે છે અને તેના ક્લાસમેટ પર પૈસા ફેંકે છે.
જો કે, આ કૃત્ય શારીરિક શિક્ષણના શિક્ષકથી સહન ન થયું અને તેઓ લાંબી લાકડી પકડીને, વિદ્યાર્થીની પાછળ જાય છે અને નોટો ઉડાવી રહેલા વિદ્યાર્થીની નજીક જવા માટે તેને મારતા હતા. વીડિયોમાં જોઈ શકાય તેમ ત્રણ શિક્ષકોએ આ કૃત્ય પર ગુસ્સો દર્શાવ્યો હતો.