અંગ્રેજી લેખિકા બાર્બરા કિંગસોલ્વરનો એક ક્વોટ છે, “Sometimes the strength of motherhood is greater than natural laws.” આ સૂચવે છે કે માતૃત્વનું બંધન કુદરત દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને અવગણી શકે છે અને વટાવી શકે છે. તે સૂચવે છે કે માતૃત્વની વૃત્તિમાં જન્મજાત શક્તિ, પ્રેમ અને નિશ્ચય પ્રકૃતિ દ્વારા રજૂ કરવામાં આવતા કોઈપણ અવરોધો અથવા પડકારોને દૂર કરી શકે છે. તે માતાઓની અવિશ્વસનીય શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરે છે, તેના પર ભાર મૂકે છે કે કેવી રીતે તેમના બાળકો માટે તેમનું અતૂટ સમર્પણ અને કાળજી અશક્ય અથવા અસંભવ માનવામાં આવે છે તે કરતાં વધી જાય છે.
આ સમજ નથી પરંતુ એક કુદરતી કેળવણી છે જે ફક્ત માનવજાત જ નહીં પ્રકૃતિના ખોળે રમતાં પ્રત્યેક જીવમાં ઈશ્વરદત્ત છે. આ વીડિયો પણ કંઈક એવી જ ભાવના લઈને આવ્યો છે. કેમેરામાં ક્લિક આ કરુણત્તમ ઘટનામાં માતા પોતાના બાળકની આફત પોતાના પર લઈને જીવ ગુમાવી દે છે. એ સમજ કુદરતી નહીં તો બીજું શું હોય એ ક્યાં કોઈ પુસ્તક ખોળવા ગયું હોય કે કોઈ ધર્મશાસ્ત્રીઓ કે લાઈફ ટ્રેનર્સ પાસે પહોંચ્યું હશે. કમનસીબે પોતાને સમજ અને લાગણી અથવા બુદ્ધિમતાથી પૂર્ણ માનતી મનુષ્યજાતને આ વીડિયો પરથી કંઈક બોધ લેવો પડે એ દિવસો આવ્યા છે. એક મનુષ્ય જ એવી જાત છે કે જે પોતાનો ધર્મ અને ગુણધર્મ ત્યજી રહી છે. બાકી ન વૃક્ષો ક્યારેય છાયો આપવાની નથી ના પાડી રહ્યા ન તો નદી ક્યારેય વહેવાનું છોડી રહી છે.