ગુજરાતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કાંડ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. સુંદરતાની આ જાળમાં ગુજરાત પોલીસના એક-બે નહીં પરંતુ છ આઈપીએસ અધિકારીઓ ફસાઈ ગયા. ઘટનાની સૌથી કાળી વાત એ છે કે હની ટ્રેપિંગ કરનાર યુવતીએ અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ પછી પણ આ પોલીસ અધિકારીઓ મોઢું ખોલવા તૈયાર નથી. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. જાણો ફક્ત “Gujarat Breaking” વ્યવસ્થિત રીતે હનીટ્રેપના આ ચોંકાવનારા કાંડની રજેરજની હકીકત.
મધ્યપ્રદેશના ઈન્દોરની આકાંક્ષા (નામ બદલ્યું છે) એ લગભગ આઠ મહિના પહેલા ગાંધીનગરની કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં ઘોડેસવારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ યુવતી સૌપ્રથમ તો સોશિયલ મીડિયા અને મેસેજ દ્વારા એક ફૂટકડાં IPS ઓફિસરના સંપર્કમાં આવી હતી. ધીમે ધીમે નિકટતા વધી ત્યારે યુવતીએ આઈપીએસને હનીટ્રેપ કરી. કહેવાય છે કે તેણે યુવા અધિકારી પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ પછી એક પછી એક આ યુવતીએ છ આઈપીએસ અધિકારીઓને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી. જેમાંથી ચાર આઈપીએસ અધિકારીઓ સંપૂર્ણપણે હનીટ્રેપમાં ફસાઈ ગયા હતા, જોકે બે અધિકારીઓ એવા પણ નીકળ્યા જે તેની જાળમાં ફસાય તે પહેલા જ પીછો છોડાવી નાસી છૂટ્યા.
આ હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના આઠ મહિના પહેલા કરાઈ પોલીસ એકેડમીમાં પ્રકાશમાં આવી હતી. અહીં અનેક IPS ઓફિસરોએ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. હનીટ્રેપ અને પૈસાની વસૂલાતને લગતી આ બાબત પર ઘણી આંતરિક ચર્ચા થઈ રહી છે, પરંતુ ફસાયેલા આઈપીએસ અધિકારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી પાસે આ અધિકારીઓના ભરપૂર પ્રમાણમાં ચેટ મેસેજ, ફોટો અને વીડિયો છે.
હનીટ્રેપના આ હાઈપ્રોફાઈલ કેસમાં ફસાયેલા છ આઈપીએસમાંથી એક જે સૌથી ફૂટકડો યુવાન આઈપીએસ છે તેના ઘરે મામલો પહોંચ્યો હતો. સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પૂર્વે જ લગ્નના બંધનમાં બંધાયેલા આ IPS અધિકારીને એક કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આટલું થયા પછી પણ IPS અધિકારી ફરિયાદ કરવા તૈયાર નથી.
આ હનીટ્રેપમાં 4 આઈપીએસ ખરાબ રીતે ફસાઈ ગયા, જ્યારે બે અધિકારીઓના નસીબ સારા હતા. શરૂઆતમાં, જ્યારે તેને કંઈક શંકાસ્પદ અને વિચિત્ર લાગ્યું, ત્યારે તેણે પોતાની જાતને દૂર કરી. આ અધિકારીઓને યુવતીના વધુ મૈત્રીપૂર્ણ વર્તન પર શંકા હતી. આ પછી તેઓએ આખરે તેનો પીછો છોડાવી દીધો હતો.
હનીટ્રેપના આ મામલામાં સીધી રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ યુવતીએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને લગતા કેસની જાણ થઈ છે. આ માટે ગુજરાત પોલીસે છ મહિના સુધી મહેનત કરવી પડી હતી. યુવતી ઈન્દોરની રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે છોકરીની ઓળખ કર્યા પછી, છોકરીની તસવીર હની-ટ્રેપ થયેલા IPS અધિકારીઓને બતાવવામાં આવી હતી, જેમને તે મેસેજ કરતી હતી. તેણે યુવતીને ઓળખી લીધી, પરંતુ ફરિયાદ તેઓએ નોંધાવવાની ના પાડી.
યુવતીને શોધી કાઢનાર ગુજરાત પોલીસના અધિકારીઓએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે. અધિકારીઓ યુવતીના પરિવારને મળ્યા અને તેમને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપી. પોલીસ હવે એ પણ શોધી રહી છે કે આ મામલે અન્ય કોઈ હનીટ્રેપનો શિકાર બન્યું છે કે કેમ. જો પોલીસને આ અંગે ફરિયાદ મળશે તો આ કેસની નોંધ લેવામાં આવશે. શંકા છે કે, તેણે કોઈ રાજકારણી પર પણ તેની જાળ બિછાવી હોવી જોઈએ.