વાંકીચૂકી કમર અને હાથ-પગ હલાવી આર્ટના નામે થતાં ગોરખધંધાનો વડોદરામાં બજરંગદળના યુવકોએ એક ફરિયાદ બાદ ચોંકાવનારો ભાંડાફોડ કર્યો છે. ડાન્સ સ્કૂલમાં કોરિયોગ્રાફર શેરુ પઠાણ શિવ બની જોડાયો હતો. શિવ નામ ધારણ કરી કુમળી વયની છોકરીઓને ફસાવતાં એક પઠાણ યુવકની અસલિયત બહાર આવતાં ભારે હંગામો મચી ગયો છે. ડાન્સ શીખવતો યુવાન શેરૂ પઠાણ હોવાનો ખુલાસો થયો. થયું એમ કે, તેણે એક વિદ્યાર્થિનીને તો તેણે ડુ યુ લાઈક મી? એવો પણ મેસેજ કર્યા બાદ તેની ફરિયાદ થઈ અને તપાસમાં જાણવા મળ્યું કે એ આ રીતે ઘણી યુવતીઓની પજવણી કરી ચૂક્યો છે.
વિધર્મી શેરૂ પઠાણ હિન્દુ છોકરીઓને જ ડાન્સના નામ પર ટાર્ગેટ બનાવીને આવા મેસેજ કરતો હતો. આ બાબતની ફરિયાદ બજરંગ દળ સુધી પહોંચતા તેમણે આ યુવકને પાઠ ભણાવ્યો છે. તેની મોડ્સ ઓપરેન્ડી હતી કે તે ઈન્સ્ટાગ્રામની મદદથી 7માં 8માં ભણતી વિદ્યાર્થિનીઓને જ એટલે કે, 13-14 વર્ષની ઉંમરની છોકરીઓને ટાર્ગેટ બનાવતો હતો. બજરંગદળના યુવકોએ જ્યારે તેનો મોબાઈલ તપાસ્યો તો આવા અનેક આવા મેસેજ મળી આવ્યા. બજરંગ દળે યુવાનને પાઠ ભણાવી તેની અસલિયત જાહેર કરી છે. શેરુ પઠાણ આ ઘટના બાદ માફી માંગતો હોય તેવો વીડિયો વાયરલ પણ થયો છે.
નામ બદલીને છોકરીઓને ફસાવવાની આ ઘટના બાદ વડોદરામાં અનેક ચર્ચા ચાલી રહી છે. વડોદરામાં લવ જેહાદની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી હોવાથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.