અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપી યુવક આર્મી ઓફિસર હોવાનો ઢોંગ કરીને સુંદર યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. આ પછી તે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ નરાધમે લગભગ 15 થી 20 છોકરીઓને ફસાવી હતી, તેમજ તેમનું શારીરિક શોષણ કર્યું હતું. આ સાથે જ યુવક યુવતીઓને હિંદુ નામ આપીને પ્રેમની જાળમાં ફસાવતો હતો. તે પોતાની જાતને સેનાનો વરિષ્ઠ અધિકારી કહેતો હતો. યુવકની નજર તે યુવતીઓ પર હતી જેઓ મલ્ટી કંપનીઓમાં મોટી પોસ્ટ પર કામ કરી રહી છે.
યુવતીઓને અલગ-અલગ એપ દ્વારા પોતાની જાળમાં ફસાવ્યા બાદ યુવક બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં લગભગ 15 છોકરીઓએ ધર્મ બદલીને લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. યુવકના કારનામાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેણે ટ્રેનમાંથી બેગની ચોરી કરી. આ પછી યુવક વિશે અનેક ખુલાસા થવા લાગ્યા.
યુવકના તે નકલી દસ્તાવેજોનો પર્દાફાશ થયો જેનો તે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉપયોગ કરી રહ્યો હતો. ગુજરાત પોલીસે CCTV ફૂટેજના આધારે યુવકની ઓળખ કરી અને પછી તેની ધરપકડ કરી છે.
આરોપીએ જમ્મુ-કાશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ-અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચૂક્યા છે, જેમાં બે બાળકો પણ છે.