આમિરખાનની પૂજા-પાઠ હવનની વાયરલ થતી તસવીરો અને વિડીયો વચ્ચે હવે પણ તેના નક્શે-કદમ પર શાહરૂખ ખાન પણ દેખાયો છે. મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે હવે મા વૈષ્ણો દેવીના દરબારમાં હાજરી આપી હતી. ચાહકોના દિલ જીતવાની શાહરૂખની આ સ્ટાઇલ કેટલી કામ આવે છે એ તો જાન્યુઆરીમાં પઠાણ રિલિઝ થતાં જ જાણી શકાશે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવતા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. તે પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. કિંગ ખાન મોડી રાત્રે કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરે પહોંચ્યો હતો. તેમણે મા વૈષ્ણો દેવીના દરબારમાં શિશ ઝુકાવીને પ્રાર્થના કરી.
શાહરૂખ ખાને તેના અન્ય સાથીઓએ હાજરી આપીને મા વૈષ્ણો દેવીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મક્કા જઈને ઉમરાહ કર્યા બાદ શાહરૂખ હવે મા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચી ગયો છે.
શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ પઠાણથી પડદા પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખના ચાહકોમાં પઠાણને લઈને ઘણી ચર્ચા છે. આ ફિલ્મમાં કિંગ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના અત્યાર સુધી શાહરૂખના ઘણા પોસ્ટર સામે આવ્યા છે. હવે જોઈએ શાહરૂખની ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે.