કેલિફોર્નિયામાં 21 વર્ષીય ભારતીય-અમેરિકન ફૂડ ડિલિવરી ડ્રાઇવરની એક સગીર છોકરી સાથે તેના મોટેલના રૂમમાં બળજબરી કરીને જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે માહિતી ધરાવનાર કોઈપણને ડિપાર્ટમેન્ટના સેક્સ્યુઅલ એસોલ્ટ ઈન્વેસ્ટિગેશન યુનિટના ડિટેક્ટીવ બોલ્ડુકના ઈમેલ પર અથવા 408-277-4102 પર કૉલ કરીને સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
સેન જોસ પોલીસ ડિપાર્ટમેન્ટ (SJPD), બુધવારે સંદીપને ” શંકાસ્પદ” તરીકે ઓળખાવતા, જણાવ્યું હતું કે આ ઘટના 21 ઓક્ટોબરના રોજ ડાઉનટાઉન સેન જોસમાં ધ અલમેડાના 1000 બ્લોકમાં બની હતી.
બાળકી તેની માતા સાથે મોટેલમાં રહેતી હતી અને તેણે પિઝાનો ઓર્ડર આપ્યો હતો. ઘટના સમયે માતા રૂમમાં ન હતી. SJPD સેક્સ્યુઅલ એસોલ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SAIU) દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે સંદીપે મોટેલના રૂમમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો અને તેના પર જાતીય હુમલો કર્યો.
SAIU ડિટેક્ટિવ્સ અને પેટ્રોલિંગ અધિકારીઓએ મોડી સાંજે કેમ્પબેલ શહેરમાં સંદીપને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. તેને સાન્ટા ક્લેરા કાઉન્ટી મેઈન જેલમાં જાતીય અપરાધ, જાતીય હુમલો અને ખોટી કેદ કરવાના ઈરાદા સાથે હુમલો કરવાના આરોપમાં દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસને તેના પર આ પ્રકારના વધુ ગુનાઓની પણ આશંકા છે.