રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે બુધવારે યુએસ શેરબજારો પણ ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. તેની અસર આજે સવારે સ્થાનિક શેરબજારમાં જોવા મળી હતી. સતત 6 સેશનના ઘટાડા બાદ આજે સાતમા સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. બીએસઈનો 30 શેરનો કી સેન્સિટિવ ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9:15 વાગ્યે 1813 પોઈન્ટ ઘટીને 55418 પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
read more: ભારતમાં 7 બેસ્ટ વૈભવી અને આકર્ષક સ્પા
તમને જણાવી દઈએ કે બુધવારે ડાઉ જોન્સ 464 અંક ઘટીને 33131 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નાસ્ડેક 2.57 ટકા અથવા 344 પોઈન્ટ ઘટ્યો હતો. આ ઘટાડાથી નાસ્ડેક 13037ના સ્તરે બંધ રહ્યો હતો. એટલું જ નહીં, S&Pમાં પણ 79 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 1457 પોઈન્ટ ઘટીને 55,774.15 પર જ્યારે નિફ્ટી 404 પોઈન્ટ ઘટીને 16659ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. રશિયા યુક્રેન સંઘર્ષના કારણે બેન્ક નિફ્ટી, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી ઈન્ડેક્સ, મેટલ, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક સહિતના તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.