મુંબઈના એક 28 વર્ષના યુવકે ગુગલ પર સર્ચ કર્યું આત્મહત્યા કરવાની રીત. ઈન્ટરપોલે તેના આ સર્ચને પકડી લીધું અને આ વાતની જાણ પોલીસને જાણ કરવામાં આવતાં આખરે યુવકની જીંદગી બચી ગઈ. ઈન્ટરપોલના એક કોલ પર મુંબઈ પોલીસે 28 વર્ષીય યુવકનો જીવ બચાવ્યો. તેણે ગુગલ પર ”best way to commit suicide” સર્ચ કર્યું હતું.
કોઈપણ બાબત એ સારી કે નરસી હોવાનો આધાર તેના ઉપયોગ પર છે. એ વાત ભલે ટેક્નોલોજીની પણ કેમ ન હોય. ટેક્નોલોજીને લોકો અપનાવી પણ રહ્યા છે અને તેના બંધનો તેમજ કેટલાક પરિણામો બદલ ખરાબ રીતે જવાબદાર પણ ઠેરવી રહ્યા છે. એ વચ્ચે એક અદભૂત કિસ્સામાં ટેકનોલોજીએ એક એવા યુવકને નવજીવન બક્ષ્યું છે જેનો તેને સપનામાં ય અંદાજ નહીં હશે. તેના અંતિમવાદી ઇરાદાઓ સાત સંમુંદર પારથી ટ્રેક થઈ રહ્યા હતા એ ટેકનોલોજીનો ઉપકાર તેની માતા ક્યારેય નહીં ભૂલી શકશે.
રાજસ્થાનના રહેવાસી આ વ્યક્તિને મુંબઈના માલવાણીમાં બચાવી લેવામાં આવ્યો. ઈન્ટરપોલે તેનો મોબાઈલ નંબર મુંબઈ પોલીસ સાથે શેર કર્યો હતો. પોલીસે મોબાઈલ નંબરની મદદથી તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
તમને યાદ અપાવી દઇએ કે, INTERPOL (ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન) એ સમગ્ર વિશ્વમાં પોલીસ સહકાર અને ગુના નિયંત્રણ માટે કામ કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ” ઈન્ટરપોલ પાસેથી મળેલી માહિતીના આધારે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-11 દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીડિત મલાડ પશ્ચિમના માલવાણીની રહેવાસી છે અને રાજસ્થાનની વતની છે. “
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેની માતાની ધરપકડ થયા બાદ તે દબાણમાં હતો. તે તેની માતાને જેલમાંથી છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી. માતા વિરુદ્ધ બે વર્ષ પહેલા ફોજદારી કેસ નોંધાયો છે.
આરોપી છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતો. તે તેની માતાને જેલમાંથી મુક્ત કરાવી શક્યો ન હતો, તેથી તે ડિપ્રેશનમાં હતો. તેના મગજમાં આત્મહત્યાનો વિચાર આવતા જ તેણે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું.
તેણે ગૂગલ પર ઘણી વખત ‘સુસાઈડ બેસ્ટ વે’ સર્ચ કર્યું, જેના પર ઈન્ટરપોલ અધિકારીઓનું ધ્યાન ગયું. ઈન્ટરપોલે મોબાઈલ નંબર મેળવીને મુંબઈ પોલીસને ઈમેલ કર્યો હતો. યુવકને હવે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સંબંધીઓને પણ તેનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે.