સમગ્ર ભારત દેશ 78મા સ્વાતંત્ર્ય દિવસની ખુશીમાં દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં યુનિક રીતે લોકોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. SDJ ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી એક અનોખા અને પ્રેરણાદાયક રીતે બાનભા હિલ સ્ટેશનના સુંદર જંગલમાં કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ સહીત અન્ય લોકો જોડાયા હતા.
સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે SDJ ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખુબ જ રંગેચંગે કરી હતી.જેમાં બાનભા હિલ સ્ટેશનના સુંદર જંગલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
બાનભા હિલ સ્ટેશનના આહલાદક વાતાવરણમાં વિદ્યાર્થીઓએ આ પર્વને સુંદર રીતે ઉજવ્યો હતો. જો કે આ અનોખી ઉજવણીની પાછળનો ઉદ્દેશ્ય હતો કે, સ્વતંત્રતાના આ પાવન પર્વને પ્રકૃતિના સાન્ધિયમાં ઉજવીને પર્યાવરણ અને દેશ પરતેની જવાબદારીનો અહેસાસ થાય સાથે જ પર્યાવરણને લઇ વિદ્યાર્થીઓ સાવચેત રહે તે માટે ખાસ અહીંયા ઉજવણી કરવામાં આવી હતી.
SDJ ઇન્ટરનેશનલ કોલેજમાં BBA, B.Com, BCA અને B.Sc. જેવા કોર્સ ખુબ જ સારી રીતે બનાવવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના ઘડતર પર ધ્યાન આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કોલેજના શિક્ષકમંડળે અને વિદ્યાર્થીઓએ મળીને 15મી ઑગસ્ટની આ ઉજવણીને એક યાદગાર બનાવવામાં સફળતા હાંસલ કરી છે.
વૈશ્વિક લેવલે સવલતો અને આધુનિક સુવિધાઓ સાથે SDJ ઇન્ટરનેશનલ કોલેજએ શિક્ષણ ક્ષેત્રે જે મૂલ્યવર્ધન કર્યું છે, તે વિદ્યાર્થી વિકાસ માટે અનોખું છે. આ ખાસ કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના પ્રત્યેની તેમની ફરજ અને પ્રતિજ્ઞા લઇ અને સ્વતંત્ર ભારતના શાશ્વત મૂલ્યો માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કર્યો છે.
બાનભા હિલ સ્ટેશન પર આયોજિત આ ખાસ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ સાથ મળ્યો હતો અને આ પ્રેરણાદાયક ક્ષણો તેમને જીવનભર માટે પ્રેરણારૂપ રહેશે. SDJ ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા દેશભક્તિના આ આદર્શને કેળવવા માટે કરવામાં આવેલ આ પહેલ, સમાજમાં પણ અનુકરણીય ઉદાહરણ સ્થાપિત કરશે..