સૂર્યમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ શનિદેવએ પોતાનું નક્ષત્ર બદલ્યું છે. ગઈકાલે એટલે કે ગુરુવારે શનિ અને રાહુ, શતભિષા નક્ષત્રમાં પ્રવેશકર્યો છે. ત્યારે 12માંથી 5 રાશિઓ માટે શનિ નક્ષત્ર પરિવર્તન સારું સાબિત થશે. આવનારા દિવસો 5 રાશિઓ માટે ફાયદાકારક સાબિત થવાના છે, ચાલો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.
મેષ
શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ મેષ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારો તણાવ જલ્દી ખતમ થવાનો છે. તમે તમારા બાળક પાસેથી કંઈક સારું સાંભળી શકો છો.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે શનિનું સંક્રમણ ઘણું સારું રહેશે. તમે ચિંતામુક્ત રહેશો. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. જો તમે કોઈ કામ કરવાનું નક્કી કરો છો, તો તમે તેમાં ચોક્કસપણે સફળ થશો. આર્થિક સંકટમાંથી રાહત મેળવી શકશો. વેપારમાં પ્રગતિ થશે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે શતભિષા નક્ષત્રમાં શનિનું ગોચર ઘણું સારું રહેશે. જે કામ તમે લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા છો તે જલ્દી પૂર્ણ થશે. પૈસા સંબંધિત લાભ મળવાની સંભાવના છે. તમે પરિવારનો વિશ્વાસ જીતી શકશો. કોઈ તણાવ રહેશે નહીં અને પરસ્પર સંબંધો સુધરશે. નોકરીયાત લોકો માટે આ સમય સારો રહેશે.
ધન
ધન રાશિના લોકો માટે શનિનું ગોચર લાભદાયક રહેશે. રાહુ નક્ષત્રમાં પ્રવેશવાથી તમને કાર્યક્ષેત્રમાં લાભ મળવાની અપેક્ષા છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. શનિદેવની તમારા પર વિશેષ કૃપા થવાની છે. નોકરીયાત લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ઘણું સારું સાબિત થઈ શકે છે. આર્થિક સંકટમાંથી રાહત મેળવી શકશો. તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો.
કુંભ
શતાભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ કુંભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવવાની છે. તમને વ્યવસાય અથવા નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. તમને કામમાં સફળતા મળી શકે છે. તમે તણાવથી રાહત મેળવી શકશો. સમાજમાં તમારું માન-સન્માન વધી શકે છે.