જો તમે ગ્રામીણ વિકાસમાં યોગદાન આપવાની સાથે તમારી કારકિર્દી બનાવવા માંગો છો, તો રુરલ મેનેજમેન્ટ ક્ષેત્ર તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આપણા દેશની 70 ટકા વસ્તી ગામડાઓમાં રહે છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ગામડાઓમાં રહે છે, ત્યારે અહીં કારકિર્દીની ઘણી ઉત્તમ તકો પણ ઉપલબ્ધ છે.
ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રુરલ મેનેજમેન્ટ પ્રોફેશ્નલ્સની જરૂર મોટાપાયે છે. ગ્રામીણ વિકાસ કાર્યક્રમોને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જવાબદારી રૂરલ્સ મેનેજમેન્ટ પ્રોફેશ્નલ્સની છે. ગામડાઓમાંથી શહેરો તરફ સતત સ્થળાંતરને કારણે ગ્રામીણ ભારતની અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. આવા લોકોને રોજગારીની તકો પૂરી પાડવાની સાથે, ગ્રામીણ વિસ્તારોના સામાજિક અને આર્થિક વિકાસમાં વૈજ્ઞાનિક રીતે યોગદાન આપવાનું કામ રુરલ મેનેજમેન્ટ પ્રોફેશ્નલ્સનું છે.
જાણો આકર્ષક પ્રોફાઇલ અને પેકેજ
રુરલ મેનેજમેન્ટ પ્રોફેશનલને રુરલ મેનેજર તરીકે કામ કરવું પડે છે. એ લોકો ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટ તૈયાર કરવા, અમલમાં મૂકવા અને સુધારવાનું કામ કરે છે. આ લોકોની સૌથી મોટી જવાબદારી ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગવંતી બનાવવાની છે. આ લોકો યોજના, બજેટ, બજાર વિશ્લેષણ જેવા ગ્રામીણ વિસ્તારોમાં કંપનીઓ અથવા કંપનીઓના સંચાલન સાથે કામ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક અને આર્થિક વિકાસની ગતિ વધારવા માટે રુરલ મેનેજમેન્ટ પ્રોફેશ્નલ્સની ભારે માંગ છે. રુરલ મેનેજમેન્ટમાં પેકેજ તો આકર્ષક હોય જ છે પરંતુ સાથોસાથ રોજગારીની અપાર તકોને કારણે આજના યુવાનો આ કારકિર્દીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. શરૂઆતમાં આ ક્ષેત્રમાં સ્નાતકને ચારથી પાંચ લાખ કે તેથી વધુનું વાર્ષિક પેકેજ મળી શકે છે. જ્યારે ટોચની સંસ્થાઓમાંથી ગ્રામીણ પ્રબંધન અભ્યાસક્રમો કરનારા વ્યાવસાયિકોને દર વર્ષે છથી આઠ લાખ રૂપિયાનું પેકેજ મળે છે.
મેઇન સ્પેશિયલાઇઝેશન–
રુરલ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ: આ વિષયના અભ્યાસથી ગ્રામીણ પરિદ્રશ્ય સંબંધિત જ્ઞાન અને કૌશલ્યોનો વિકાસ થાય છે. આ માટે ચોક્કસ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની કળા પણ તે અંતર્ગત શીખવવામાં આવે છે.
નેચરલ રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ : કોર્સનું નામ સૂચવે છે તેમ, આ વિષય કુદરતી સંસાધનોના વિકાસ અને કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ માટે તેનું સંચાલન કેવી રીતે કરવું તે સંબંધિત મુદ્દાઓ સાથે વ્યવહાર કરે છે. તેની અંદર તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે.
રુરલ માર્કેટિંગ અને મેનેજમેન્ટ: માર્કેટિંગ એ ગ્રામીણ વિકાસનો અભિન્ન ભાગ છે. આ ક્ષેત્રમાં, વેચાણકર્તાઓ તેમના ઉત્પાદનો અને સેવાઓના માર્કેટિંગ માટે વ્યૂહરચના તૈયાર કરે છે. આ તમામ બાબતોનું વર્ણન અને સાચી માર્કેટિંગ તકનીકો આ વિષય હેઠળ શીખવવામાં આવે છે.
રુરલ કોમ્યુનિટી ફેસિલિટીઝ એન્ડ સર્વિસિઝ : ગ્રામીણ લેન્ડસ્કેપ વિકસાવવા માટે, સ્વચ્છતા, ગટર વગેરે જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ વિષયમાં આ તમામ વિષયો પર વ્યાપક માહિતી પ્રદાન કરવામાં આવી છે.
સામાજિક સુરક્ષા સમસ્યાઓ, નીતિઓ અને કાર્યક્રમો: કાયદો અને વ્યવસ્થા આપણા અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અંતર્ગત ભારતીય કાયદા અને ગ્રામીણ વિસ્તારો પર તેની અસરનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે.
અભ્યાસક્રમ
રુરલ મેનેજમેન્ટમાં MBA
માસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા
પીજી ડિપ્લોમા ઇન રૂરલ મેનેજમેન્ટ
રુરલ માર્કેટિંગમાં પીજી ડિપ્લોમા
રુરલ ટેકનોલોજી અને મેનેજમેન્ટ સ્નાતક
રુરલ મેનેજમેન્ટમાં ફેલો પ્રોગ્રામ
અભ્યાસક્રમોનો સમયગાળો
રુરલ મેનેજમેન્ટ ક્ષેત્રે ચાર પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોનો સમયગાળો મુખ્યત્વે અભ્યાસક્રમોના સ્તર પર આધાર રાખે છે…
ડિપ્લોમા: 10+2 પછી ગ્રામીણ વ્યવસ્થાપનનો ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. આ કોર્સનો સમયગાળો સામાન્ય રીતે છ મહિનાથી એક વર્ષ સુધીનો હોય છે.
અંડરગ્રેજ્યુએટ: ગ્રામીણ વ્યવસ્થાપનનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમ બીએ ઇન રૂરલ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ કોર્સ ત્રણ વર્ષનો હોય છે. આમાં પ્રવેશ માટે 10+2 પાસ કરવું જરૂરી છે.
અનુસ્નાતક: ગ્રામીણ વ્યવસ્થાપન ક્ષેત્રે અનુસ્નાતકની ડિગ્રી બે વર્ષના સમયગાળામાં મેળવવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી, ગ્રામીણ વ્યવસ્થાપનમાં પીડીજીએમ અથવા ગ્રામીણ વ્યવસ્થાપનમાં એમબીએની ડિગ્રી આપવામાં આવે છે.
ડોક્ટરલ કોર્સઃ ડોક્ટરલ કોર્સ સામાન્ય રીતે પીએચડી ડિગ્રી તરીકે ઓળખાય છે. પીએચડી ડિગ્રી કોઈપણ ક્ષેત્રમાં સર્વોચ્ચ ડિગ્રી તરીકે ઓળખાય છે. તે સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષમાં પૂર્ણ થાય છે.
નોકરીની તકો-ઃ
અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી આ ક્ષેત્રમાં ઘણી તકો ઉપલબ્ધ છે. ઘણી સરકારી વિકાસ એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્રના સામાજિક વિકાસ એકમો, રાજ્ય સંસાધન કેન્દ્રો વગેરેમાં સરળતાથી નોકરી મેળવી શકાય છે. ઘણી સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ છે જે રુરલ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને મેનેજર, કન્સલ્ટન્ટ, વિશ્લેષકો અથવા સંશોધકો તરીકે નોકરીઓ પૂરી પાડે છે. આ ઉપરાંત, ગ્રામીણ સહકારી ક્ષેત્ર, કૃષિ વ્યવસાય, ખાદ્ય અને કૃષિ માર્કેટિંગ વગેરેમાં ગ્રામીણ સંચાલકો માટે ઘણી તકો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ફ્રીલાન્સિંગ અથવા પાર્ટ ટાઈમ સ્વરૂપે સમાજ સેવા કરીને પણ સારી કમાણી કરી શકે છે. હજારો એનજીઓ છે જે ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે. આ લોકો સારા પેકેજ સાથે ગ્રામીણ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને હાયર કરે છે. આ એનજીઓમાં, ગ્રામીણ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને ટ્રેનર, સંશોધકો, સલાહકારો, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, પ્રોજેક્ટ ડિરેક્ટર વગેરે તરીકે કામ મળે છે. આ સિવાયઘણી આંતરરાષ્ટ્રીય એનજીઓ અને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ એજન્સીઓ છે જે ગ્રામીણ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને નોકરીઓ પૂરી પાડે છે. જો તમે ઇચ્છો તો, તમે તમારી પોતાની એનજીઓ શરૂ કરીને પણ સારી કારકિર્દી બનાવી શકો છો.
કારકિર્દી વિકલ્પો
સેલ્સ/બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ગ્રામ વિકાસ અધિકારી
ખરીદ વિક્રેતા વિકાસ અધિકારી
બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ
વેચાણ અધિકારી
નેશનલ સેલ્સ ડેવલપમેન્ટ મેનેજર