અત્યાર સુધી આપણે ફૂડ પેકેટ્સ કે દવાઓ પર જ એક્સપાયરી ડેટ જોવા ટેવાયેલા હતા પરંતુ હવે તમને એક્સપાયરી ડેટ મોબાઈલ, કાર, ફ્રિઝ, ટીવી જેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર પણ જોવા મળશે. સરકાર આ બાબતે તેની તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે એટલે ટુંક સમયમાં ઓટોમોબાઇલ કંપનીઓએ પણ સાથે પોતાની પ્રોડક્ટની એક્સપાયરી ડેટ લખવી પડશે.
સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોનું માનીએ તો રાઇટ ટુ રિપેર હેઠળ સરકાર ગ્રાહકોની સુવિધા માટે આ પ્રોડક્ટ્સ પર એક્સપાયરી ડેટ દર્શાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહી છે. આ મોબાઇલ હેન્ડસેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ કંપનીઓના ઉપકરણો પર પણ લાગુ પડશે. કંપનીઓએ જણાવવું પડશે કે ઉત્પાદનોના સ્પેરપાર્ટ્સ કયારે ઉપલબ્ધ થશે. કંપનીઓએ જણાવવું પડશે કે પ્રોડક્ટની સર્વિસ અને તેને લગતી એસેસરીઝ ગ્રાહકને કયારે ઉપલબ્ધ થઈ શકશે.
કંપનીઓએ તેના ગ્રાહકોને એ પણ જણાવવું પડશે કે, આ નિયત પ્રોડક્ટની સેવા કેટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે. કંપનીઓએ તેમના સર્વિસ સેન્ટર વિશે વિગતો રજૂ કરવી પડશે. કંપનીઓએ સેલ્ફ રિપેર માટે મેન્યુઅલ આપવા પડશે.સાથે એ સ્પષ્ટતા પણ કરવાની રહે છે કે, જો કોઇ પ્રોડક્ટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવી છે, તો તે ડેટ નીકળી ગયા બાદ તે પ્રોડક્ટ વપરાશમાં લેવા લાયક રહેતી નથી. તેથી તમારે તે પ્રોડક્ટનો યૂઝ ન કરવો જોઇએ.