દેશના ટોચના સાત શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ માસિક મકાન ભાડામાં 23 ટકાનો વધારો થયો છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના ડેટા અનુસાર, 2019 અને 2022 ની વચ્ચે, તમામ સાત શહેરોમાં 1,000 ચોરસ ફૂટના ટુ BHK ફ્લેટના ભાડામાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ 23 ટકાનો વધારો નોઈડા સેક્ટર 150માં થયો છે. ડેટા મુજબ, નોઈડા સેક્ટર 150માં 1,000 ચોરસ ફૂટ 2 BHK ઘરનું ભાડું 2019માં 15,500 રૂપિયા હતું. 2022માં તે વધીને 19,000 રૂપિયા થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધુ કંપનીઓ હવે કર્મચારીઓને ઓફિસ બોલાવી રહી છે, તેથી ઘરોની માંગ વધી રહી છે. સુરતની વાત કરીએ તો અહીં ભાવમાં ખાસ વધારો શક્ય નથી દેખાયો. 2 BHK ઘરનું ભાડું પરાં વિસ્તારોમાં 6-7 હજાર તો ઘોડદોડ અને વેસુ તરફ 13-14 હજાર ચાલી રહ્યું છે.
2 BHK ભાડું
સિટી 2019 2022
ગુરુગ્રામ 25,000 28,500
મુંબઈ – 45,000 – 51,000
કોલકાતા – 19,000 – 22,000
બેંગલુરુ 21,000 24,000
પુણે – 17,500 – – 21,000
ચેન્નાઈ 16,000 18,000
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે મકાનોના ભાડામાં પણ વધારો થઈ શકે છે. કર્મચારીઓ હવે મકાન ખરીદવાને બદલે થોડો સમય ભાડા પર રહેવાનું વિચારી રહ્યા છે. હૈદરાબાદના હાઈટેક સિટીમાં ત્રણ વર્ષમાં ભાડું 7 ટકા વધીને 24,700 રૂપિયા પ્રતિ માસ થયું છે.
સુરતમાં ડાયમંડ બૂર્સનો લાભ ભટાર-અલથાણને હજી જોઈએ એટલો નથી મળી રહ્યો તો ટેક્સટાઈલ ક્ષેત્રમાં જોર હજી પકડાતું ન હોવાને કારણે ભાડાઓમાં ખાસ વધારો નથી નોંધાઇ શક્યો. ઉધના-મગદલ્લા સ્થિત એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના કહેવા પ્રમાણે 2 BHK માટે જોઈએ તો વેસુ-ઘોડદોડ વિસ્તારમાં 15000 અડાજણ 10000 ઉધના કે પરા વિસ્તારમાં 7-8 હજાર સરેરાશ ભાડા ચાલી રહ્યા છે. જે લગભગ ખાસ્સા સમયથી જ છે તેમાં ઝાઝો ફેરફાર થયો નથી. નજીવા ભાવવધારા સામે હાલ પ્રોપર્ટી ભાડુઆતોની રાહ જોઈ રહી હોય તેવા કિસ્સાઓ વધારે છે.