લીંબુનો ઉપયોગ ઘર અને દુકાન બંનેને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થવાથી બચાવવા માટે કરવામાં આવે છે. તે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે અને ખર્ચાળ નથી, તેથી તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ઘણા લોકો ઘર અને દુકાનના મુખ્ય દરવાજા પર લીંબૂની સાથે લીલા મરચા, લસણ પણ લટકાવી દે છે. એવું માનવામાં આવે છે કે લીંબુ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, લીંબુમાં નકારાત્મક ઊર્જાને શોષવાની જબરદસ્ત ક્ષમતા હોય છે. લીંબુને એક ગ્લાસમાં પાણી સાથે રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા ઝડપથી દૂર થાય છે. ચાલો જાણીએ, આ વાસ્તુ ઉપાય કેવી રીતે અને ક્યારે કરવો?
તણાવમાંથી રાહત
જો ઘરના સભ્યો કોઈ કારણ વગર તણાવમાં રહે છે તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. આનાથી છુટકારો મેળવવા માટે લીંબુના નાના-નાના ટુકડા કરી લો અને તેને ગ્લાસ કે બાઉલમાં પાણીમાં ભરીને ઘરના દરેક ખૂણામાં રાખો. આ માત્ર સવારથી સાંજ સુધી કરો. બીજા દિવસે ફરીથી નવા લીંબુ અને પાણીનો ઉપયોગ કરો. અસર બે થી ત્રણ અઠવાડિયા પછી દેખાશે. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને ઘર શુદ્ધ થશે.
ઘરનો મુખ્ય દરવાજો
ઘરના મુખ્ય દ્વાર પાસે એક ગ્લાસ પાણીમાં લીંબુ રાખવાથી પ્રવેશદ્વારના વાસ્તુ દોષ દૂર થાય છે. આ ઉપાય સવારે જ કરવો જોઈએ.
પોતુ કરવુ
એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તે પાણીથી ઘરના નકારાત્મક ઉર્જા વિસ્તારો જેમ કે ટોયલેટ, બાથરૂમ અને ડાર્ક કોર્નર્સને લૂછી નાખો અને પછી તે પાણીને ઘરની બહાર ફેંકી દો.
આખું લીંબુ અને પાણી
પાણી સાથે એક ગ્લાસ પાણીમાં આખું લીંબુ ઉમેરો. તેને બેડરૂમ, ડાઇનિંગ ટેબલ અને બાળકોના સ્ટડી રૂમમાં રાખી શકાય છે.