ગુજરાતી ફિલ્મ ત્રણ એક્કા 18 ઓગસ્ટે રિલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે વડોદરા બાદ તેના કલાકારોની ટીમ શનિવારે સુરતમાં હતી. કોલેજિયનોને આકર્ષવામાં આ ફિલ્મના કલાકારોની મહેનત હાલ સફળ દેખાઈ રહી છે. સુરત પહોંચેલા કલાકારોએ સુરતના જમણ અને સુરતીઓના ભરપેટ વખાણ કર્યા છે. સુરતીઓ હવે આ ફિલ્મને કેવી વખાણે છે એ 18 ઓગસ્ટ પછી જાણી શકાશે.
પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મોએ ફરી એકવખત દર્શકો મેળવવામાં સફળતા મેળવી લીધી છે. એક અલગ વિષય હોવાના દાવા સાથે હવે 18 ઓગસ્ટે ગુજરાતના સિનેમાઘરોમાં એન્ટ્રી લઈ રહ્યું છે ત્રણ એક્કા. આ ગુજરાતી ફિલ્મને રિલિઝ પૂર્વે જ ઘણી વાહવાહી મળી રહી છે અને લોકોમાં આ ફિલ્મ બાબતે ઉત્સાહ પણ છે. ખાસ કરીને કોલેજિયન વર્ગ ત્રણ એક્કા માટે તલપાપડ હોવાનું કહેવાય છે.
ફિલ્મના કલાકારો કતારગામ વિસ્તારના એક મલ્ટીપ્લેક્સમાં પહોંય્યા હતા. રાજેશ શર્મા દિગ્દર્શિત ‘ત્રણ એક્કા’ પ્રભાવશાળી કલાકારોની ટીમ સાથે મેદાનમાં ઉતરવાની છે. યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા જ્યારે સુરતમાં ફર્યા ત્યારે યુવાનોએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. સુરતનું જમણ અને સુરતના લોકોના આ ટીમે ભરપેટ વખાણ કર્યા હતા.