પંજાબ નેશનલ બેંક (PNB) એ 145 મેનેજર અને સિનિયર મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. અરજીની પ્રક્રિયા 22મી મેથી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 7મી જૂન છે. ઉમેદવારો PNB ની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન પરીક્ષા માટે કામચલાઉ તારીખ 12 જૂન છે.
આ ભરતી PNBમાં 145 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 40 જગ્યાઓ મેનેજર (જોખમ)ની, 100 જગ્યાઓ મેનેજર (ક્રેડિટ)ની અને 5 જગ્યાઓ સિનિયર મેનેજર (ટ્રેઝરી)ની છે.
વય મર્યાદા: તમામ મેનેજર પોસ્ટ્સ માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે. 1 જાન્યુઆરી, 2022 થી ઉંમરની ગણતરી કરવામાં આવશે. સિનિયર મેનેજર પોસ્ટ્સ (ટ્રેઝરી) માટે ઉપલી વય મર્યાદા 37 વર્ષ છે. એસસી અને એસટી કેટેગરીને પાંચ વર્ષની અને ઓબીસી માટે ત્રણ વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
મેનેજર રિસ્ક – રૂ 48170-1740/1-49910-1990/10-69810
મેનેજર ક્રેડિટ – 48170-1740/1-49910-1990/10-69810
સિનિયર મેનેજર ટ્રેઝરી – 63840-1990/5-73790-2220/2-78230
અરજી ફી:- એસસી, એસટી અને દિવ્યાંગ માટે રૂ. 50 અને અન્ય તમામ શ્રેણીઓ માટે રૂ. 850.
પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ દ્વારા થશે. માત્ર પાત્રતાના માપદંડોને પરિપૂર્ણ કરવાથી ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે નહીં.
રિઝનિંગ, અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાંથી 40-40-40 પ્રશ્નો અને પ્રોફેશનલ નોલેજમાંથી 50 પ્રશ્નો પૂછવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો 22 એપ્રિલથી 7 મે સુધી સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને અરજી કરી શકશે.