ગુજરાતમાં ચોમાસું ધીરેધીરે આગળ આવી વધી રહ્યું છે,તેની વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે અગામી 7 દિવસમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તેમજ આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે.મહત્વનું છે કે, ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને તેના કારણે વરસાદી સિસ્ટમ આગળ વધવામાં વિલંબની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી, જોકે, સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ ઉભી થઈ છે.
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આવતીકાલે 15 જુને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરીને ચેતવણી આપી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ બનેલી છે.
16 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,નવસારી, વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
17 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
18 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી માં વરસાદની આગાહી કરાઈ છે.
19 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદની વરસાદની આગાહી કરાઈ છે.
20 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવા માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આ પછી તારીખ 16મી જૂનના રોજ પણ રાજ્યના હળવા વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની વોર્નિંગ આપવામાં આવી છે, 16મી તારીખ માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતાઓ છે.