રાજ્યસભા ટીવી (સંસદ ટીવી) ની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી છે, યુટ્યુબે કોમ્યુનિટી માર્ગદર્શિકા ટાંકીને આ ચેનલને સમાપ્ત કરી છે. 2016 પહેલા એવા ઘણા કાર્યક્રમો હતા જેને જોવા લોકો રાજ્યસભા ટીવીની યુટ્યુબ ચેનલ પર જતા હતા.
read more: ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના સુરતમાં દેખાવો
આ ચેનલ જોવાવાળો એક વર્ગ હતો. આખું આર્કાઇવ જે પબ્લિક ડોમેનમાં હતું, જેને લોકોએ એવું વિચારીને ડાઉનલોડ કર્યું ન હતું કે તે YouTube પર છે, તેને પળવારમાં સાફ થઈ જતાં આ રસિયાઓ ચોક્કસ જ નિરાશ થશે.
લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મર્જ કરીને સંસદ ટીવીની રચના કરવામાં આવી હતી. પરંતુ એ યોગ્ય ઢબે ચાલે એ જોવાની કોઈની જવાબદારી નથી. અદ્દલ સરકારી બાબુઓની અદાથી દરેક વ્યક્તિ જે ઈચ્છે છે તે કરી લાખોનો પગાર લઈ રહ્યા છે.આ બેદરકારીનું જ એ પરિણામ છે કે યુટ્યુબે સંસદ ટીવીની યુટ્યુબ ચેનલને બંધ કરી દીધી છે.