આજે ભીમ અગિયારસનો તહેવાર છે. ખેડૂતોએ દિવસોમાં તેની વાવણી પુરી કરી દીધી હોય, અથવા આ દિવસથી શરૂઆત કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગીરમાં વાવણી લાયક વરસાદ ન થયો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. હવે ક્યારે વરસાદ આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યનાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં અને દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
ગાજવીજ સાથે પડશે વરસાદ
આ તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18 જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે તો 24 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ યથાવત રહેશે.17 થી 22 જૂન સુધીમાંઆંધી વંટોળથી કાચા છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે.ખંભાત, કઢવડા, કપડવંજ, ખેડામાં પવન ગતિ વધુ રહેશે.કેટલાક ભાગોમાં પવન ગતિ 30 કિમી જેટલી રહશે,કેટલાક ભાગમાં 40-50 કિમી પવન ફૂંકાશે.
અતિભારે વરસાદની શકયતા
રાજયમાં 20 થી 28 જૂનમાં ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે.17-20 માં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે ભારે વરસાદ પડશે તો બંગાળમાં ઉપસાગર ડીપડિપ્રેશનમાં ચોમાસુ વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં વરસાદ આપશે.20-28માં વલસાડ, ડાંગમાં અતિભારે વરસાદની શકયતા સેવાઈ રહી છે.
મંગળવારે (18મી જૂન) દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.