ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. રાહુલ ગાંધી તા.12 જૂને ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલને ઈડીનું સમન્સ આવતા તેમનો હાલનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે.
કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ વધારવા ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રહી છે. રાહુલ ગાંધી તા.12મી જૂને વાંસદાના ચારણ વડામાં રેલીને સંબોધન કરવાના હતા.પરંતુ હાલમાં નેશનલ હેરલ્ડ કેસમાં ઈડીએ રાહુલને સમન્સ પાઠવતા તેઓ હાજર નહીં રહી શકે. નવો કાર્યક્મ જાહેર થવા અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.