રૂપાલાએ આપેલા નિવેદન બદલ ક્ષત્રિયોમાં ભારે રોષ ઉઠ્યો હતો. જે બાદ ક્ષત્રિયો બહાર આવી વિરોધ કરતા હતા. ત્યારે ક્ષત્રિય આંદોલન હાલ પૂર્ણ છે, એ વચ્ચે મોટા અહેવાલ સામે આવ્યા છે, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી. જાડેજાએ રાજીનામું આપ્યું છે. સાથે સાથે તેમણે કહ્યું કે ટૂંક સમય આવશે ત્યારે મોટો ખુલાસો કરીશ. તો બીજી તરફ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે અચાનક ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી. જાડેજાએ રાજીનામું ધરી દેતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા છે.
ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં.
જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.
ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
લોકસભા ચૂંટણી સમયે પરશોત્તમરૂપાલાએ વિવાદિત ટીપ્પણી કરી હતી, ત્યાર બાદ ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો હતો. તે ધીમે ધીમે આંદોલનમાં ફેરવાયો છે. ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર કર્યું હતું અને ભાજપનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો હતો. ક્ષત્રિય સમજાને સંકલનની સમિતિની રચના કરી હતી. સરકારના મંત્રીઓ અને સંકલન સમિતિ વચ્ચે સંખ્યાબંધ બેઠકો યોજી હતી, પણ તે બેઠકો નિષ્ફળ રહી હતી.