રાજ્યમાં પીએસઆઈની ભરતીની પ્રિલિમનરી પરીક્ષાની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. જાહેર થયેલી તારીખ મુજબ 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષા લેવામાં આવશે. આઇપીએસ અને પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયએ ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે.
96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે. હવે આ ઉમેદવારો પ્રિલિમીનરી પરીક્ષા આપશે.ગુજરાતમાં 3 ડિસેમ્બરથી વિવિધ 15 કેન્દ્રો પર ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની શારીરિક કસોટી લેવામાં આવી હતી.જેનું પરિણામ જાન્યુઆરીમાં જાહેર થયું હતું.
બોર્ડ અધ્યક્ષ અને એડિશનલ ડીજીપી વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું કે, 6 માર્ચે પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે. જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે. પરીક્ષાના કોલ લેટર 1 માર્ચથી ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.