પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વ્યક્તિની શરમજનક હરકતો જાહેર કરી છે. મુર્શિદાબાદના એક હિંદુ મંદિરમાં એક મુસ્લિમ વ્યક્તિ ઘુસી ગયો અને મંદિરની અંદર આવેલા શિવલિંગ પાસે પેશાબ કર્યો. આ શરમજનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ગુસ્સામાં મંદિરમાં પ્રવેશે છે અને સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા રોકવા છતાં મંદિરની અંદર પેશાબ કરે છે. આ ઘટનાથી સમાજમાં રોષ ફેલાયો છે. આ વ્યક્તિની ઓળખ આરા શેખ તરીકે થઈ છે.
આ વ્યક્તિની ઓળખ રતન શેખના પુત્ર આરા શેખ તરીકે થઈ છે અને તે મુસ્લિમ હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી અન્ય વ્યક્તિ સાથે દલીલ કરી રહ્યો છે. દલીલ પછી, આરોપી ગુસ્સે થઈ જાય છે અને મંદિરમાં પ્રવેશ કરે છે જ્યારે અન્ય એક વ્યક્તિ તેને શરમજનક કૃત્ય કરતા રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આરોપી અટકતો નથી અને મંદિરની અંદર પેશાબ કરવા લાગ્યો હતો. એક નજરે જોનાર વ્યક્તિ વિડિયો રેકોર્ડ કરી રહ્યો છે પરંતુ તે માણસને પવિત્ર મંદિરની અંદર પેશાબ કરતા રોકવા માટે આગળ આવતો નથી.