વડાપ્રધાન મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. ફોન કોલ લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાટાઘાટોની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સતત સમર્થનની પણ માંગ કરી હતી.
read more: સુરતના ધૃણાસ્પદ દુષ્કર્મ અને ડબલ મર્ડર કેસમાં હર્ષસહાય ગુર્જરને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા
કિવમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તેની ટીમ પોલ્ટાવા શહેરમાં સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પોલ્ટાવા થઈને પશ્ચિમી સરહદો સુધી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તૈનાત છે અને આ માટેનો ચોક્કસ સમય અને તારીખ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
દૂતાવાસે પણ વિદ્યાર્થીઓને ટૂંકી સૂચના પર જવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતીને પગલે, રશિયાએ સોમવારે યુક્રેનમાં ફસાયેલા વિદેશીઓ માટે માનવતાવાદી કોરિડોર ખોલવા માટે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.