વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું. 76માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો અને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પહેલા 2021ના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને 88 મિનિટ સુધી વાત કરી હતી. 2014માં પહેલીવાર વડાપ્રધાને 65 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું.
નેહરુનો રેકોર્ડ 2015માં તૂટ્યો હતો
2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો હતો. નેહરુએ 1947માં લાલ કિલ્લા પરથી 72 મિનિટનું ભાષણ આપ્યું હતું.
અત્યાર સુધી વડાપ્રધાને માત્ર એક કલાકથી પણ ઓછા સમયમાં વાત કરી હતી
વડાપ્રધાને અત્યાર સુધીમાં નવ વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું છે. માત્ર એક જ વાર તેમણે એક કલાક કરતા ઓછા સમય માટે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 2017ના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું ભાષણ માત્ર 56 મિનિટનું હતું. આ તેમનું સૌથી ટૂંકું ભાષણ છે.
કયા સ્વતંત્રતા દિવસ પર મોદી કેટલી મિનિટ બોલ્યા?
2014માં 65 મિનિટ, 2015માં 86 મિનિટ, 2016માં 96 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 82 મિનિટ, 2019માં 93 મિનિટ, 2019માં 93 મિનિટ, 2020માં 86 મિનિટ, 2021માં 88 મિનિટ અને 2022માં 83 મિનિટ.