ભારતીય સેના ટૂંક સમયમાં હ્યુમન પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ VSHORDSનું પરીક્ષણ કરવા જઈ રહી છે. આ મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. જે સંપૂર્ણપણે સ્વદેશી છે. આવો જાણીએ આ મિસાઈલની ખાસિયતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સ્વદેશી રીતે વિકસિત હ્યુમન પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઈલ 6 કિમી સુધીના અંતરે એરક્રાફ્ટ, ડ્રોન અને કોમ્બેટ હેલિકોપ્ટરને નષ્ટ કરશે.
આ મિસાઈલનું પરીક્ષણ એપ્રિલમાં થશે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચોથી પેઢીની અત્યાધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. તે ભારતીય સેના પાસે હાલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કરતા અનેક ગણી સારી છે.
નેવીના યુદ્ધ જહાજ પર તૈનાત કરવામાં આવશે
આ મિસાઇલમાં અત્યાધુનિક અનકૂલ્ડ ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર છે. આ મિસાઈલને પર્વતોમાં પણ તૈનાત કરી શકાય છે. આવી સ્થિતિમાં તેને ચીન અને પાકિસ્તાનની સરહદ પર જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં તૈનાત કરવામાં આવશે. આ મિસાઈલ નેવીના મોટા યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરી શકાય છે. આ મિસાઈલનો સૌથી વધુ ઉપયોગ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન થયો હતો. તમને જણાવી દઈએ કે ભારત હાલમાં રશિયન બનાવટની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે.
ભારતે પોતાની જાતને તૈયાર કરી
ભારતે છેલ્લે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. આ ડીલમાં રશિયા દ્વારા મિસાઈલ ટેક્નોલોજી પણ શેર કરવાની હતી પરંતુ આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકી નથી. આ પછી DRDOએ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત મિસાઈલ સિસ્ટમ વિકસાવી. સેનાએ છેલ્લે મે મહિનામાં રશિયા સાથે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી હતી. આ ડીલ હેઠળ ભારતને રશિયા પાસેથી 100 ઈગ્લા એસ મિસાઈલ મળવાની હતી.
તમને જણાવી દઈએ કે ભારતીય સેના હાલમાં 1989 થી જૂની ઈગ્લા 1M મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે. હવે ભારતે આ મિસાઈલનું એડવાન્સ વર્ઝન ઈગ્લા એસ-6 તૈયાર કર્યું છે. જેનું પરીક્ષણ એપ્રિલ-મેમાં કરવામાં આવશે.