રેલવે મંત્રાલયે ગુજરાતમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પહેલા અને પછીની એમ બે તસવીરો ટ્વિટર પર રવિવારે શેર કરી છે.
મંત્રાલયે તસવીરો સાથે લખ્યું, “નવું ભારત, નવું સ્ટેશન!”. જોકે ભાવનગર રેલવે સ્ટેશનના આ લૂક અંગે લોકોની પ્રતિક્રિયાઓ અલગ-અલગ આવી રહી છે. કેટલાક લોકોને આ રેલ્વે સ્ટેશનની ડિઝાઈન સાવ સામાન્ય એટલે કે સૌંદર્યવિહોણી લાગી છે. તો કેટલાક લોકોએ ટ્વિટ રિપ્લાયમાં એવો પ્રતિભાવ આપ્યો હતો કે જગ્યાનો વધારામાં વધારે ઉપયોગ કરી લોકોની સગવડનું એમાં ધ્યાન અપાયું છે.
આ અગાઉ શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઇનની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, “અમૃત કાલનું રેલ્વે સ્ટેશન”.