વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનુ મંદિર રાષ્ટ્રનું ગૌરવ છે. દેશના વિવિધ ખૂણેથી જ નહીં વિદેશથી પણ યાત્રિકો, પ્રવાસીઓ સોમનાથની મુલાકાત લે છે. ગુજરાત ટુરીઝમ અને સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ, સિધ્ધપુર તેમજ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી મંદિરના સ્ટાફને આ યાત્રિકો અને પ્રવાસીઓ સાથે યોગ્ય વ્યવહાર માટે તાલીમબદ્ધ કરવાનું આયોજન થયું છે.
તા. 10મીથી શરૂ થયેલી આ ટ્રેનિંગ 14મી ફેબ્રુઆરી સુધી ચાલશે, એમ ગુજરાત ટુરીઝમના આસિસ્ટન્ટ પ્રોફેસર રજત કટિયાર તેમજ તનીષ ગોસ્વામીજીએ જણાવ્યું હતું, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટાફ માટે વિશેષરૂપે તૈયાર કરીને અમે પર્સનાલિટી ડેવલપમેન્ટ ટ્રેનીંગ આપી રહ્યા છીએ.
read more: અનિલ બાસુ લંડન મેટ્રોપોલિટન પોલીસ કમિશનર પદની રેસમાં સૌથી આગળ
આ ટ્રેનિંગ પાછળનું મુખ્ય લક્ષ્ય એ છે કે સોમનાથ મહાદેવના દર્શન કરવા દુનિયાભરથી લોકો અહીં આવે છે, ત્યારે શ્રદ્ધાળુંઓ સાથે કેમ વાત કરવી, વેશભૂષાની કઇ કાળજી રાખવી ઉપરાંત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કે સમસ્યા ઉકેલવા અલગ અલગ દેશ પ્રાંતના લોકો સાથે બોલવા ચાલવા હાવભાવ તેની સંસ્કૃતિ અનુરૂપ વ્યવહાર કરવો. જેવી બાબતોની સાઈન્ટિફીક તેમદ પ્રોફેશ્નલ અને ઉચ્ચ કક્ષાની તાલીમ અપાઈ રહી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, અહીં આવતાં યાત્રીઓ સારી છાપ લઇને જાય તે આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠતા છે. તાલીમ લેનાર સ્ટાફ આ પરિક્ષેત્રની છબી બનાવવામાં મોટો ભાગ ભજવી શકે છે, કારણ કે શ્રદ્ધાળુંઓની નજરમાં તે લોકો જ કામ કરતા હોય છે.
ગુજરાતમા આ પ્રથમ પ્રકારની અને એ પણ પ્રથમ સોમનાથથી આરંભ કરાયો છે એમ જણાવતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી વતી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સોમનાથ ટુરીસ્ટ ફેસેલીટી ઓડીટોરીયમ ખાતે આ તાલીમ કાર્યરત થઈ છે. તાલીમમાં ટ્રસ્ટના ઓફિસ સ્ટાફ, હોસ્પિટાલિટી સ્ટાફ, મંદિર પરિસર સ્ટાફ સહિત 110 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
પ્રોફેસર રજત કટિયારએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ પ્રકારની તાલીમ તેઓ પ્રધાનમંત્રી આવાસ નવી દિલ્હી, હૈદરાબાદ હાઉસ, નવી દિલ્હી અને વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આપી ચુક્યા છે. ગુજરાતમા પ્રથમ અને તે પણ સોમનાથથી આ તાલિમનું આયોજન કરાયું છે.